Coming Up Fri 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

દર 8 મિનીટે ઓસ્ટ્રેલિયામાં સાઇબર સિક્યોરિટી વિશેની ફરિયાદ

The Australian Cyber Security Centre's latest Annual Cyber Threat Report found cyber criminals exploited the COVID situation in Australia. Source: AAP

ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યોરિટી સેન્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે, સાઇબર હુમલાના કારણે આરોગ્ય, શિક્ષણ અને વાહનવ્યવહારની સેવાઓને સૌથી વધુ અસર પહોંચી.

છેલ્લા નાણાકિય વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં દર આઠ મિનીટે એક સાઇબર હુમલો થયો હોવાની ફરિયાદ નોંધાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યોરિટી સેન્ટર દ્વારા એન્યુઅલ સાઇબર થ્રેટ રીપોર્ટ એટલે કે વર્ષ દરમિયાન સાઇબર સિક્યોરિટીની બાબતો વિશે રીપોર્ટ પ્રસિદ્ધ થયો છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020-21ના નાણાકિય વર્ષમાં સાઇબરના ગુના હેઠળ 67,500 ફરિયાદો નોંધાઇ હતી.

અગાઉના વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો નોંધાયો છે.

ગયા નાણાકિય વર્ષમાં સાઇબર ક્રાઇમના કારણે કુલ 33 બિલીયન ડોલરનું નુકસાન પણ થયું છે.

રીપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને 18,000 જેટલા સાઇબર ગુના કરવામાં આવ્યા હતા.

તમામ ગુનામાંથી લગભગ 25 ટકા જેટલા ગુના આરોગ્ય, શિક્ષણ અને વાહનવ્યવહાર સાથે સંકળાયેલા છે.

Ransomware ના સાઇબર હુમલામાં ગયા નાણાકિય વર્ષમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે.

માર્ચ મહિનામાં Ransomware હુમલાના કારણે મેલ્બર્નમાં આરોગ્ય ક્ષેત્રની સેવાઓને અસર પહોંચી હતી અને કેટલાક ઓપરેશન સ્થગિત કરવા પડ્યા હતા.

Cyber security image
Cyber security
Getty Images

સાઇબર સિક્યોરિટી હેઠળ નોંધાયેલી છેતરપિંડીનો ભોગ સરકારી સંસ્થાઓ, મહત્વપૂર્ણ અને જીવન જરૂરી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ, નાના તથા મધ્ય ઉદ્યોગો, પરિવારો બન્યા છે.

વેપાર ઉદ્યોગો સાથે સંકળાયેલા ઇમેલ દ્વારા થઇ રહેલી છેતરપિંડી અંતર્ગત દર વેપાર - ઉદ્યોગને આશરે 50,600 ડોલરનું નુકસાન થયું છે.

ગયા નાણાકિય વર્ષમાં કોવિડ-19ના લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરેથી કાર્ય કરતા હોવાના કારણે સાઇબર હુમલા વધુ થયા હતા.

ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ડિફેન્સ મિનીસ્ટર એન્ડ્રયુ હેસ્ટિએ જણાવ્યું હતું કે દેશના તમામ રહેવાસીઓએ સાઇબર હુમલા તથા છેતરપિંડીથી બચવા પાસવર્ડ્સ, બે સ્તરીય મંજૂરી (two-factor authentication), યોગ્ય સોફ્ટવેર તથા ડાટા બેકઅપ રાખવા જરૂરી છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.