Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવા ઓસ્ટ્રેલિયા વેક્સીન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવશે

Restrictions to end once 80 per cent of the population is vaccinated Source: Moment RF

કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝની સાબિતી માટે આંતરરાષ્ટ્રીય વેક્સીન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવાશે, આંતરરાષ્ટ્રીય મુસાફરીની ગોઠવણ માટે કઇ રસીને માન્યતા આપવી તે માટે અન્ય દેશો સાથે ઓસ્ટ્રેલિયાની ચર્ચા.

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ તેમણે કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી લીધી છે તે સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય વેક્સીન પાસપોર્ટનો ઉપયોગ કરી શકશે.

આ પાસપોર્ટનો તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા અને દેશમાં પરત આવવા માટે ઉપયોગ કરી શકશે.

વડાપ્રધાન સ્કોટ મોરિસનના અગાઉ જણાવ્યા પ્રમાણે, સરહદો ખુલી મૂકાયા બાદ હોમ ક્વોરન્ટાઇન મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાને રાજ્યો અને ટેરીટરી સરકારોને તેઓ કેવી રીતે વેક્સીન સર્ટિફીકેટ તથા હોમ ક્વોરન્ટાઇન અમલમાં મૂકશે તે અંગે યોજના રજૂ કરવા જણાવ્યું છે.

A Qantas repatriation flight from India on final approach into Adelaide Airport in Adelaide, Friday, June 4, 2021.
AAP Image/Roy Vandervegt

કેન્દ્રીય સરકાર કોવિડ-19 પ્રતિરોધક રસીનું સર્ટિફીકેટ ઓક્ટોબર મહિનાથી ઉપલબ્ધ કરાવશે અને તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરીની ગોઠવણ માટે કઇ રસીને માન્યતા આપવી તે માટે અન્ય દેશો સાથે ચર્ચા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન વેક્સીન પાસપોર્ટ મુસાફરના ફોનમાં ડીજીટલ માધ્યમથી અથવા પ્રિન્ટ દ્વારા ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન મોરિસને અગાઉ દેશમાં 80 ટકા રસીકરણ થાય ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવાની યોજના રજૂ કરી હતી. હાલમાં દેશમાં 16 વર્ષથી મોટી ઉંમરના 39 ટકા - 8 મિલીયન લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે.

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા આગમન કરતા તમામ મુસાફરોએ તેમના ઊતરાણના પ્રથમ સ્થાને ફરજિયાત પણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડે છે.

મુખ્ય આરોગ્ય અધિકારી પૌલ કેલીએ જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ મેળવીને ઓસ્ટ્રેલિયા આગમન કરતા લોકો માટે અલગ પ્રકારની ક્વોરન્ટાઇન યોજના અમલમાં મૂકાઇ શકે છે પરંતુ તે માટે કઇ રસીને માન્યતા આપવા તે હજી અસ્પષ્ટ છે.

વેક્સીન પાસપોર્ટ અમલમાં મૂકાયા બાદ પણ ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ક્યારે શરૂ કરશે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવા ઓસ્ટ્રેલિયા વેક્સીન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવશે 08/09/2021 02:06 ...
ટી20 વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટચાહકોનું અનોખું એડવેન્ચર 23/10/2021 07:50 ...
૨૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 22/10/2021 05:18 ...
તમારા બાળકમાં ચિંતા તથા તણાવને કેવી રીતે ઓળખશો 22/10/2021 13:04 ...
૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 21/10/2021 06:03 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નિ:શુલ્ક કાયદાકીય સેવાઓ વિશે 21/10/2021 10:40 ...
૨૦ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 20/10/2021 06:00 ...
શાળાએ જતા બાળકોને કોવિડ-19 ચેપ સામે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય 20/10/2021 14:00 ...
૧૯ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 19/10/2021 06:03 ...
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત 19/10/2021 04:43 ...
View More