Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

સાહિત્યકાર નિરંજન ભગતની ચિરવિદાય

Source: GujLitFest Wikipedia CC BY SA 3.0

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગઈકાલે નિધન થયું છે. ટૂંક માંદગી બાદ 91 વર્ષની વયે તેમણે ગઈકાલે છેલ્લો શ્વાસ લીધો હતો. તેમના જીવન અને સાહિત્ય ક્ષેત્રે કરેલ પ્રદાનની વિગતો જાણીએ ભવેન કચ્છી પાસેથી

પ્રોફ. નિરંજન ભગત  એપ્રિલ ૧૯૨૬ -  ફેબ્રુઆરી ૨૦૧૮

ગુજરાતી સાહિત્યનું સન્માનીય નામ - જીવનની અંતિમ ક્ષણ સુધી સાહિત્યની સેવા કરી. તેઓને સ્ટ્રોક આવ્યો અને તેઓ તેમાંથી પરત ન આવી શક્યા.

તેઓ નર્મદ ચંદ્રક , કુમાર ચંદ્રક,રંજીતરણ સુવર્ણ ચંદ્રક, સચીદાનંદ સન્માન, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત હતા.

એકદમ સોબર વ્યકતિત્વ, માત્ર ને માત્ર તેમના કામ અને સાહિત્ય સાથેજ સંબંધ

પ્રોફ. નિરંજન ભગતનું ગુજરાતી અને ઇંગલિશ સાહિત્યમાં સર્વોચ્ચ નામ હતું. ઇંગલિશ સાહિત્યના પ્રોફેસર તરીકે સેન્ટ  ઝેવિઅરસ માંથી રિટાયર્ડ થયા પછી સાહિત્યમાં રચ્યા પચ્યા રહ્યા.


તેઓએ અનેક ગુજરાતી ઉપરાંત ૧૦૦ જેટલી ઇંગલિશ કવિતાઓ  લખી, તેઓ  ટાગોરથી પ્રભાવિત હતા  અને  એટલે તેઓએ ગીતાંજલિ સ્ટાઇલમાં ઇંગલિશ કવિતા લખી, ટાગોરને સમજવા બંગાળી શીખ્યા અને લખ્યું .

પાઉન્ડ , એલિયટ ,ઑડેન એમના માનીતા સાહિત્યકારો હતા.  સાથે સાથે તેઓ વેસ્ટર્ન મોડેરનીઝમ થી પણ પ્રભાવીત  હતા.


"ચાલ મન મુંબઈ નગરી , જોવા પૂછ વિના ની નગરી ...." તેમની ખુબ જાણીતી કવિતા છે.એમ મનાય છે કે તે વખતના સી એમ નરેન્દ્ર ભાઈ મોદીએ એ ગુજરાતની એક ઉજવણી માટે સાહિત્યકારોને નામ આપવા સૂચવ્યું ત્યારે ઘણા સાહિત્ય કરો એ ચર્ચા  કરી હતી , જયારે ભગત સાહેબે માત્ર એક પોસ્ટ કાર્ડ લખી ને સ્વર્ણિમ ગુજરાત સૂચવ્યું હતું.

આવા  આદરણીય સાહિત્યકાર નિરંજન ભગતને શ્રદ્ધાંજલિ.

Coming up next

# TITLE RELEASED TIME MORE
સાહિત્યકાર નિરંજન ભગતની ચિરવિદાય 02/02/2018 02:50 ...
3 ડિસેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 03/12/2021 05:44 ...
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દિવ્યાંગ સમુદાયના માઇગ્રન્ટ્સ માટે વિવિધ યોજનાઓ 03/12/2021 13:12 ...
૨ ડિસેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 02/12/2021 05:08 ...
૧ ડિસેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 01/12/2021 05:47 ...
૩૦ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 30/11/2021 04:56 ...
૨૯ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 29/11/2021 04:57 ...
૨૬ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 26/11/2021 05:38 ...
26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ 26/11/2021 16:06 ...
મુંબઇ હુમલાના 13 વર્ષ: 26/11ની ભયાનક રાત્રીને યાદ કરતા મુંબઇના રહેવાસીઓ 26/11/2021 08:34 ...
View More