Coming Up Fri 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

ઓસ્ટ્રેલિયામાં આવનાર દિવસોમાં વર્તમાન સિઝનની સૌથી વધુ ઠંડી પડશે

Pedestrians rush across the road during heavy rain in Sydney on Monday, March 24, 2014. (AAP Image/Paul Miller) NO ARCHIVING Source: AAP Image/Paul Miller

આવી રહેલા વીક એન્ડ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં અતિશય ઠંડીની આગાહી છે. આ શિયાળાના કદાચ સૌથી વધુ ઠંડીવાળા દિવસો હશે જેમાં તોફાની પવન અને હિમવર્ષાની આગાહી છે. આવો જોઈએ દરેક રાજ્ય માટે હવામાન વિભાગ તરફથી શું ચેતવણી છે.

શનિ- રવિમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા, તાસ્મેનિયા, એ.સી.ટી. અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્યોને વર્ષના સૌથી ઠંડા હવામાન માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

તોફાની પવનને કારણે વ્યાપક નુકસાનની શક્યતા છે.

શુક્રવાર બપોર સુધીમાં લગભગ ૩૧ ફ્લાઈટ રદ્દ કરવી પડી હતી. સિડની અને મેલબર્નના એરપોર્ટ પર એક-એક રનવે જ કામ કરી રહ્યા હતા.

વિક્ટોરિયા રાજ્ય માટે ગંભીર હવામાન બાબતોના મેનેજર સ્ટીવન મેકગિબનીએ સલાહ આપી છે કે હવામાન ઠંડુ થવાની સાથે તોફાની પવન અને વરસાદની પણ શક્યતા છે એટલે લોકોએ બર્ફીલા તોફાન જેવી પરિસ્થિતિની તૈયારી રાખવી પડશે.

બેકયાર્ડમાં ફર્નિચર કે ટ્રેમપોલીન હોય તો તેને સુરક્ષિત સ્થાને ખસેડી લેવા. પાળેલાં જાનવરોને પણ બહાર રાખવા નહિ. વરસાદ અને તોફાની પવનમાં વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું. આલ્પાઇન વિસ્તારોમાં રહેતા કે તેની મુલાકાતે જવાનું વિચારી રહેલા લોકોએ તીવ્ર હવામાનની ખાસ નોંધ લેવી અને સાવચેતીના તમામ પગલા લેવા અનિવાર્ય છે.

વિક્ટોરિયા રાજ્યના બેલારાટમાં તો સતત છ દિવસ સુધી અતિશય ઠંડી રહેશે જે ૧૯૯૫ના ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા ઠંડીના રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. 

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઓસ્ટ્રેલિયામાં આવનાર દિવસોમાં વર્તમાન સિઝનની સૌથી વધુ ઠંડી પડશે 08/08/2019 05:42 ...
૧૮ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/05/2022 06:34 ...
જીલોંગના વિકાસ, લાંબી મુદતના પેરેન્ટ્સ વિસા સહિતના મુદ્દા પર ચૂંટણી લડતા લિબરલ પાર્ટીના ઉમેદવાર મનીષ પટેલ 18/05/2022 14:16 ...
વિશ્વના 11 દેશોમાં બાળકોમાં લિવરની રહસ્યમય બિમારીનું નિદાન 18/05/2022 05:56 ...
૧૭ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/05/2022 05:29 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં બાળકોને મળતા હકો અને સુરક્ષા વિશે 17/05/2022 10:25 ...
લેબર પક્ષના સભ્યથી ધ ગ્રીન્સ પક્ષના નેતા સુધી એડમ બેન્ટની રાજકીય સફર 17/05/2022 06:24 ...
૧૬ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 16/05/2022 06:10 ...
૧૩ મે ૨૦૨૨ના મુખ્ય સમાચાર 13/05/2022 05:58 ...
જીવન-નિર્વાહ ખર્ચ, પેરેન્ટ્સ વિસા માઇગ્રન્ટ સમુદાય માટે કેન્દ્રીય ચૂંટણીમાં મહત્વના મુદ્દા 13/05/2022 10:45 ...
View More