Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

બજેટ 2017 : શું આશા રાખી શકાય સરકાર પાસેથી?

Source: AAP

આવતીકાલે રજુ થનારા કેન્દ્રીય બજેટમાં ટર્નબુલ સરકારે કેટલાક પરિવર્તન થશે તેવો અંદેશો આપ્યો છે, તો જાણીએ શું આશા રાખી શકાય છે આવનારા બજેટ 2017 પાસેથી?


એરપોર્ટ, માર્ગ પરિવહન અને રેલ સેવા

સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નિવેશ વધારશે તેવી સંભાવના છે  જેમાં સિડની ખાતે બનનાર નવા હવાઈમથક  અને મેબેન- બ્રિસબ્ન્ને જોશતી રેલ સેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પણ ખાસ ફન્ડીંગ ફાળવવામાં આવશે.

જળવાયુ અને ઉર્જા ક્ષેત્ર

આ ક્ષેત્રે બહુ મોટું પરિવર્તન આવવાની સંભાવના નથી. સરકાર આ ક્ષેત્રે નવા પગલાં લેવા માટે પોતાની જળવાયુ નીતિની સમીક્ષા કરશે અને  ઉર્જા ક્ષેત્રે ફિન્કલ અહેવાલની ભલામણોને ધ્યાન માં લેશે. સરકાર એમિશન્સ રિડક્શન ફન્ડમાં થોડો વધારો કરી શકે તેમ છે, આ ભંડોળમાં હાલમાં $300મિલિયનથી ઓછી રાશિ છે. 

રક્ષા

આ ક્ષેત્રે કોઈ આશ્ચર્યજનક ઘોષણાની સંભાવના નથી. વર્ષ 2016માં જે રક્ષા ક્ષેત્રની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરેલ તે મુજબજ અનુદાન ફાળવવામાં આવશે. સરકાર દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સાથે જહાજ બાંધવાના કામની વાતચીત આગળ વધારશે.
આ ઉપરાંત સેવાનિવૃત્ત સૈનિકોના માનસિક  સ્વાસ્થ્ય માટે $350 મિલિયન ફાળવવામાં આવશે.  પોલીસદળને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બનાવવા, 300 જેટલા ખાસ ઓફિસરની ભરતી કરવા જેથી આંતકવાદ, ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવા પ્રશ્નો સામે ઓસ્ટ્રેલિયાને સુરક્ષિત રાખી શકાય આ માટે $321 મિલિયન ફાળવવામાં આવશે.

વિદેશી સહાયતા

વર્ષ 2017-2018 માટે વિદેશી સહાયતા ભંડોળ $3.8 બિલિયન થી વધીને $3.9 બિલિયન થવાની સંભાવના છે.  રાષ્ટ્રીય સરેરાશ આવકના પ્રમાણમાં આ વિદેશી  સહાય સૌથી ઓછી છે માત્ર 0.22 ટકા.

સ્વાસ્થ્ય

જીપીને અપાતી બલ્ક બિલ  કન્સલ્ટેશન ચુકવણીમાં જે મેડિકેર છૂટને અટકાવી દેવામાં આવી હતી તે દૂર કરી થવાની સંભાવના છે.  
સરકાર ડોક્ટરોને જેનેરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા પ્રોત્સાહિત કરે તેવી પણ યોજના છે જેથી $1.8 બિલિયનની બચત થઇ શકે.  આ પૈસાથી અન્ય દાવાઓને રાહતદરના લિસ્ટમાં ઉમેરાશે.

ઓસ્ટ્રેલિયાનું પ્રથમ પ્રોટોન બીમ થેરેપી કેન્દ્ર એડીલેઈડ ખાતે બનશે.    આ માટે કેન્દ્ર સરકાર $68મિલિયન ફાળવશે.

 

હાઉસિંગ

 હાઉસિંગ એફોર્ડેબિલિટીની સમસ્યા સામે સરકાર કોઈ કાયમી હલ લાવી શકે તેમ નથી પરંતુ આ સમય હળવી બનાવવા ઘર ખરીદવા જરૂરી બોન્ડ ભરવા માટેની જરૂરતો માં બદલાવ અંગે ઘોષણા થઇ શકે છે, અને વડીલોને મોટા ઘરોને ફ્રી કરવા પ્રોત્સાહિત કરી શકાય તેવી યોજના પર ભાર મુકશે. પ્રથમ વખત ઘર ખરીદનારની ટેક્સ પહેલાની આવકને આવક ઘણી ઘર ખરીદી માટે માન્ય રાખી શકાય એવા પણ પ્રાવધાનની ઘોષણા થઇ શકે છે.  

 

ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા

સરકારે હાલમાંજ જાહેર કરેલ  10 વર્ષના વાલી વિઝાની વિગતવાર ઘોષણા આવતીકાલના બજેટમાં કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત રેફ્યુજી સેટલમેન્ટ માટે પણ નવી યોજનાઓની જાહેર થઈ શકે છે.

 

મીડિયા

ફરી ટુ એર પ્રસારણ સેવાઓમાટે વાર્ષિક લાયસન્સ ફીનો વધારો રદ કરવામાં આવ્યો છે, પણ પ્રસારણકર્તાએ $40મિલિયન નવી વાર્ષિક સ્પેક્ટ્રમ ફી ચુકવવવાની રહેશે. આ ઉપરાંત જુગારની જાહેરાતો અંગે નવા કાયદાઓ લાગુ થશે. સરકાર મહિલા ખેલ અને આલા રમતોને પ્રોત્સાહિત કરવા, તેનું પ્રસરણ કરવા ચાર વર્ષ માટે $30મિલિયન ફાળવશે.

આ ઉપરાંત એકજ કંપનીની વડે ચાલવામાં આવતા વિવિધ પ્રસારણ માધ્યમો ના પ્રસારણ ક્ષેત્ર પર અંકુશના નિયમો પણ હળવા બનશે. 

 

શાળા અને વિશ્વવિદ્યાલય

'ગોન્સ્કી 2.0' તરીકે olkhti યોજના હેઠળ સરકાર આવતા દાયકામાં $19 મિલિયન નિવેશ કરશે. શાળાને અપાતા ફન્ડિંગમાં વર્ષ 2017 થી 2021 માં $17.5 બિલિયન થી $22.1 બિલિયન કરાશે. વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને અપાતી રાહતમાં બદલાવ થશે. 

ટેક્ષ

બજેટ સપ્તાહ દરમિયાન 10 વર્ષીય કોર્પોરેટ ટેક્ષ યોજના વિધેયક  ત્રીજા અંશ માટે  ફરી રજુ કરવામાં આવશે. બજેટમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ કેટલો ટેક્ષ અવોઇડ કરે છે અને ટેક્ષ ઓફિસને શું લાભ છે તેવા વિવિધ પાસાઓ પર વિગતવાર માહિતી રજુ કરવામાં આવશે.
લઘુ ઉદ્યોગો માટે $20,000ની કરરાહતો ની આશા છે.   

 

કલ્યાણ યોજનાઓ

જે લોકો નોકરીની શોધ નથી કરતા અને કલ્યાણ યોજનાઓ પર આધાર રાખે છે તેમના માટે કડક જોગવાઈઓની જાહેરાત થાય તેવી સંભાવના છે. આ સાથે કેશલેસ કલ્યાણ કાર્ડ ઉપલબ્ધ કરાવવાની દિશામાં પણ કોઈ પગલાં જાહેર થઇ શકે છે.