Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સ હોટલ તથા હોમ ક્વોરન્ટાઇન સમાપ્ત કરશે, વિક્ટોરીયાએ NSW સાથેના સરહદીય પ્રતિબંધો હળવા કર્યા

From Tuesday, Victoria will scrap quarantine requirements for the fully vaccinated in NSW. Source: AAP

15મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

  • ન્યૂ સાઉથ વેલ્સ રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે નવેમ્બર 1થી ક્વોરન્ટાઇન બંધ કરશે
  • વિક્ટોરીયા રસીના બંને ડોઝ મેળવી લેનારા ન્યૂ સાઉથ વેલ્સથી આવતા મુસાફરો માટે ક્વોરન્ટાઇનની જરૂરીયાત સમાપ્ત કરશે
  • ન્યૂ સાઉથ વેલ્સમાં રીજનલ મુસાફરીને 1લી નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 399 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા છે. 

પ્રીમિયર ડોમિનીક પેરોટેયે રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 80 થશે તે સોમવારથી વધુ નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે. 

તેમણે જણાવ્યું હતું કે, રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવેમ્બર 1થી હોટલ તથા હોમ ક્વોરન્ટાઇનની જરૂરીયાત રહેશે નહીં. પરંતુ, ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં મુસાફરી કર્યા અગાઉ નેગેટીવ PCR ટેસ્ટ તથા ઓસ્ટ્રેલિયા ઊતરાણ બાદ ટેસ્ટ કરવો જરૂરી રહેશે. 

જોકે, TGA દ્વારા રસીને માન્યતા મળેલી હોય તે જરૂરી છે. આ ઉપરાંત, પરત ફરતા ઓસ્ટ્રેલિયન્સને પ્રાથમિકતા આપવામાં આવશે.

સોમવારથી, ઘરની 20 લોકો મુલાકાત લઇ શકશે.

આઉટડોર મેળાવડામાં 50 લોકોને ભેગા થવાની પરવાનગી.

બારમાં ગ્રાહકોની મર્યાદા 1લી નવેમ્બરથી લાગૂ પડશે નહીં.

રીજનલ મુસાફરીને 1લી નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

તમારી નજીકના રસીકરણ કેન્દ્ર વિશે માહિતી મેળવો.

વિક્ટોરીયા

આગામી મંગળવારથી, વિક્ટોરીયા રસીના બંને ડોઝ મેળવી લેનારા ન્યૂ સાઉથ વેલ્સથી આવનારા મુસાફરો માટે ક્વોરન્ટાઇનની જરૂરીયાત સમાપ્ત કરશે.

રાજ્યમાં નવા 2179 કોવિડ-19 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં પ્રવેશના 72 કલાકમાં મુસાફરનો કોવિડ-19 ટેસ્ટ નેગેટીવ હોય તે જરૂરી છે.

મંજૂરી મેળવનારા કર્મચારીઓ માટે કોવિડ-19 રસીકરણ જરૂરી કરવામાં આવ્યું છે. કાર્યસ્થળે નોકરી કરવા માટે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હોય અથવા રસીનું બુકિંગ કરાવ્યું હોય તે દર્શાવવું પડશે.

આજે રસી માટેની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ટેરીટરીમાં કોવિડ-19ના નવા 35 કેસ નોંધાયા છે. વર્તમાન સંક્રમણની સંખ્યા 1394 સુધી પહોંચી ગઇ છે. 70 વર્ષીય મહિલાનું એજ કેર સુવિધામાં મૃત્યુ થયું છે. 

આજે તમારી રસીની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • 1લી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં ફાર્મસીની દુકાનોમાં કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કીટ ઉપલબ્ધ થશે. આ કિટ 97 ટકા ચોક્કસ પરિણામ દર્શાવે છે. 
  • ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં લોકડાઉનના કારણે સપ્ટેમ્બર મહિનામાં વધુ 138,000 લોકોએ નોકરીઓ ગુમાવી હતી.

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory 

This story is also available in other languages.