Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

COVID-19 update:વિક્ટોરિયામાં બાંધકામ ફરીથી શરુ થશે, ACTમાં સૌથી વધુ દૈનિક નવા ચેપ

Victoria announces vaccine mandate for authorised workers Source: AAP Image/Lukas Coch

૧લી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

  • વિક્ટોરિયામાં માન્યતા પ્રાપ્ત ક્ષેત્રના કાર્યકરો માટે કોવિડ રસી લેવી ફરજીયાત.
  • ન્યૂ સાઉથ વેલ્સના વ્યવસાયો માટે આર્થિક સહાય ચાલુ રાખવામાં આવશે.
  • ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા ૨ કેસ નોંધાયા.

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1143 કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા છે.

Authorised Workers list હેઠળ માન્યતા પ્રાપ્ત કાર્યકરોએ કાર્યસ્થળે આવતા પહેલા ૧૫ ઓક્ટોબર સુધીમાં પ્રથમ કોવિડ પ્રતિરોધક રસી લઇ લેવી ફરજીયાત બનાવાયું છે. બંને રસી લેવા માટે છેલ્લી તારીખ ૨૬ નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. 

મંગળવાર ૫ ઓક્ટોબરથી, બાંધકામ પ્રોજેક્ટ ૨૫% કામદારો સાથે ખુલી જશે, પરંતુ તે માટે તમામ કામદારોએ પ્રથમ રસી લીધી હોય તે અનિવાર્ય રહેશે.

આજે મધ્યરાત્રીથી મૂરાબૂલ સ્થાનિક સરકારી ક્ષેત્રમાં સાત દિવસ માટે તાળાબંધી અમલમાં આવી છે.

તમારી નજીકના રસીકેન્દ્ર વિશે માહિતી મેળવો.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 864 કેસ તથા 15 મૃત્યુ નોંધાયા છે. 

ખજાનચી ડોમિનિક પેરોટેટએ ખાતરી આપી છે કે રાજ્ય સરકારની નિર્ધારિત શરતો પૂરી કરનાર વ્યવસાયોને ૩૦ નવેમ્બર સુધી  આર્થિક સહાય મળશે. 

$૭૫,૦૦૦ થી ઓછું ટર્નઓવર ધરાવતા માઈક્રો બિઝનેસ માટે આર્થિક સહાય ઘટાડીને પખવાડિયાના $૭૫૦ કરવામાં આવશે. 

જોબસેવર યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે.  ટર્નઓવરમાં  ૩૦% ઘટાડો થયો હોય તેવા વ્યવસાયોને જોબસેવર યોજના હેઠળ મદદ કરવામાં આવશે.

તમારી રસીની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના ૫૩ નવા કેસ નોંધાયા છે. બે કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે.

ACTના મુખ્યમંત્રી એન્ડ્રયુ બારે જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ નહિ મેળવનાર ૪૦%  કેનબેરાવાસીઓ મોટેભાગે ૪૦ વર્ષથી નાની વયના છે.

તમારી કોવિડ-19ની રસીની એપોઇન્ટમેન્ટ બુક કરાવો.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • ડાર્વિનના બેરીમાહ, વિન્નેલી અને ઇસ્ટ આર્મ ઔદ્યોગિક વિસ્તારોના ગટરના પાણીમાં  વાઈરસના અવશેષો મળી આવ્યા છે. 

Victoria vs NSW case numbers
SBS

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory 

This story is also available in other languages.