Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં વાઇરસથી 2ના મૃત્યુ, ક્વિન્સલેન્ડે જાહેર રજા રદ કરી

Source: AAP Image/Joel Carrett

4 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

  • ન્યૂ કેસલ વિસ્તારમાં ગટરમાં મોટા પ્રમાણમાં વાઇરસ મળી આવ્યો
  • બ્રિસબેનમાં  Ekka પબ્લિક હોલિડે રદ
  • સાઉથ ઓસ્ટ્રેલિયામાં સામુકાયિક સંક્રમણથી કોવિડ-19નો એક કેસ નોંધાયો
  • વિક્ટોરીયામાં એક પણ કેસ નોંધાયો નથી. 

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 233 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ચેપ ધરાવતી 47 વ્યક્તિઓએ સંક્રમણ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી.

રાજ્યમાં કોવિડ-19થી વધુ 2 મૃત્યુ નોંધાયા છે. જેમાં, 20 વર્ષીય એક યુવકનું પણ મૃત્યુ થયું છે. તેની તબિયત અચનાક બગડી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. 

ન્યૂકેસલમાં ગટરમાં વાઇરસ જોવા મળતા રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે ન્યૂકેસલના રહેવાસીઓને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. 

બર્મિગહામ ગાર્ડન્સ, શોર્ટલેન્ડ, મેરીલેન્ડ્સ, ફ્લેચર, મિન્મી, કેમરૂન પાર્ક, મેરીફિલ્ડ, સ્ટોકટોન, અને ફર્ન બે વિસ્તારોમાં જોખમ વધ્યું છે. 

રસી મેળવવા માટેના સ્થળોની યાદી મેળવો. 

ક્વિન્સલેન્ડ

ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 17 કેસ નોંધાયા છે.

જેમાંથી 16 ચેપ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે. અન્ય એક કેસ કેઇન્સમાં નોંધાયો છો. 

બ્રિસબેનમાં અઠવાડિયાના અંતથી શરૂ થઇ રહેલા Ekka પબ્લિક હોલિડેને રદ કરવામાં આવ્યો છે. તેને વર્ષના અન્ય દિવસોમાં યોજવામાં આવશે. 

રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી જેનેટ યંગે લોકોને સમુદાયમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે ઓનલાઇન શોપિંગ કરવા અથવા થોડા દિવસો બાદ ખરીદી કરવા માટે વિનંતી કરી છે. 

કોવિડ-19ની રસી માટે અહીંથી માહિતી મેળવો. 

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની માહિતી

  • સાઉથ ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19નો એક કેસ નોંધાયો છે. 20 વર્ષીય એક વ્યક્તિને ક્વોરન્ટાઇન દરમિયાન ચેપનું નિદાન થયું છે. 
  • ત્રણ અઠવાડિયામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં એક પણ ચેપ નોંધાયો નહીં.

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.


 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 
Victoria 
Queensland 
South Australia 
ACT 
Western Australia 
Tasmania
Northern Territory 

This story is also available in other languages.