કેન્દ્ર સરકાર વડે કરાયેલ 457 વિસા શ્રેણીમાં બદલાવના પગલે વિદેશના વૈજ્ઞાનિકો ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત રિસર્ચ પોઝિશનનો અસ્વીકાર કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ મેડિકલ રિસર્ચવડાનું કહેવું છે કે કેન્દ્ર સરકારે કરેલ 457 શ્રેણી વિસામાં બદલાવના પગલે ઓછામાં ઓછી 6 સંસ્થાનોએ તેમની ઓફરનો અસ્વીકાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ ટોની કનિંઘમનું કહેવું છે કે આ એક ચિંતા જનકસ્થિતિ છે.
હજારો વ્યાવસાયિકો હવે પ્રતિબંધિત સૂચીમાં છે જે હેઠળ ચારના બદલે બે વર્ષના વિસા આપવામાં આવે છે અને આ ઉપરાંત કાયમી નિવાસી બનવાના પાથવે પર પણ રોક લગાડવામાં આવી છે. શ્રી કનિંઘમના જણાવ્યા મુજબ બે વર્ષના સીમિત રહેવાસની જોગવાઈથી કેટલાક ખુબ મહત્વના વૈજ્ઞાનિકો - સંશોધકોને ઓસ્ટ્રેલિયા ખોઈ બેસે તેવી ભીતિ છે. દા.ત પાપીડેલોમાં વાયરસ પર સંશોધન કરતા ઇયાન ફ્રેઝર જે સ્કોટલેન્ડના છે અને એચ આઈ વી પર સંશોધન કરતા વૈજ્ઞાનિક સારા પાલ્મર.
Watch: 457 visa changes
એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વડે ઈમિગ્રશન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી કેટલીક છૂટ આપવા દરખાસ્ત કરી છે. જે મુજબ ફક્ત ત્રણ થી ચાર પ્રકારના વ્યવસાયો માટે થોડી છૂટ આપવાની ભલામણ કરવામાં આવી છે જેમકે લાઈફ સાયન્ટિસ્ટ, બાયો સ્ટેટેસ્ટિશિયન અને બાયોટેક્નોલોજિસ્ટ.
ઇમિગ્રેશન મંત્રી પીટર ડટ્ટને એવો અંદેશો આપ્યો છે કે આ પ્રકારના વ્યવસાયિકોને થોડી છૂટ આપી શકાય તેમ છે.
કેટલીક આંતરરાષ્ટ્રીય કમ્પનીઓએ પણ આ વિસામા બદલાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ બદલાવના પગલે તેઓએ ઓસ્ટ્રેલિયામાં પોતાના સી એ ઓ ની ભૂમિકા બદલવી પડશે, કેમકે 2 વર્ષનો રહેવાસ ખુબ સીમિત સમય છે.
શ્રી પીટર ડટ્ટનનું કહેવું છે કે સરકાર કમ્પનીઓની માંગ અને ચિંતાને જાણવા પ્રયત્ન કરી રહી છે અને સમયાંતરે વ્યવસાયિક લિસ્ટમાં બદલાવ કરવામાં આવશે. આ પ્રકરની પ્રથમ સમીક્ષા જુલાઈ મહિનામાં કરવામાં આવશે.