Coming Up Fri 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

સેટલમેન્ટ ગાઈડ : પરેન્ટ વિસા અંગે જાણો જરૂરી 5 બાબતો

Departure stamp on the inside page of a passport. Source: Getty Images

ઓસ્ટ્રેલીયાના પેરેન્ટ વિસા એ લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા થઇ શકે છે. લગભગ 40 હજાર લોકો હાલમાં કાયમી નિવાસી બનવા માટેના લીસ્ટ માં 30 વર્ષ થી વધુ સમય થી રાહ જોઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિ માં ઉપલભ્ધ અન્ય વિકલ્પ શું હોઈ શકે ?

1. પેરેન્ટ વિસા માં બે પ્રકાર ના વિસા છે - સહાયક (પુરક ) વિસા અને બિન સહાયક વિસા

બિન સહાયક વિસા (non-contributory visa) માટે ની ફી $5,900 જેટલી છે અને તેની  મજુરી માટે 18 થી 30 વર્ષ જેટલી રાહ જોવી પડે શકે છે.  સહાયક (પુરક) વિસા  (contributory visa) માટે ની ફી $45,000 થી $55,000 ની વચ્ચે છે, પરંતુ આ વિસા 2 વર્ષ માં મંજુર થઇ જવાની શક્યતા છે.  

2. સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી

આ વિસા માટે જયારે અરજી કરવામાં આવે અને જયારે વિસા મંજુર થાય આ બંને વખતે સ્વાસ્થ્ય અને ચારિત્ર ની ચકાસણી કરાવવી જરૂરી છે. આમાં પાસ થવું જરૂરી છે.

 


3. અન્ય વિકલ્પ કામકાજ કરી શકે તેવા પેરેન્ટસ માટે

કામચલાઉ વિસા 173 અથવા 884 શ્રેણી હેઠળ  પેરેન્ટ્સ વિસા માટે  અરજી કરી શકાય. આ માટે ની ફી $29,130 જેટલી છે. આ વિસા બે વર્ષ માટે આપવામાં આવે છે. આ શ્રેણી માં પેરેન્ટ્સ ને  ફૂલટાઈમ કામ કરવાની પરવાનગી અને સંપૂર્ણ મેડીકેર ની સગવળ આપવામાં આવે છે.  બે વર્ષ બાદ વધારા ની $19,000  ની બચત દેખાડી કાયમી વિસા પેટા શ્રેણી 143 હેઠળ સહાયક વિસા માટે અરજી કરી શકાય છે.

4.પેરેન્ટ વિસા માટે અરજી કરનાર ને ઓસ્ટ્રેલીયન નાગરિક, ઓસ્ટ્રેલીયન કાયમી નિવાસી કે ન્યુઝીલેન્ડ નાગરિક ની લાયકાત ધરાવનાર સ્પોન્સર કરી શકે.

સ્પોન્સર કરનાર વ્યક્તિ એ સામાન્ય રીતે 2 વર્ષ થી અહી સ્થાયી થયા હોવાનું પુરવાર કરવું જરૂરી છે. વિસા ની અરજી કરનારે બેલન્સ પરિવાર ની જરૂરત સંતોષવી જરૂરી છે, જે સાબિત કરે છે કે તેમના મોટાભાગ ના પરિવારજનો ઓસ્ટ્રેલીયા માં રહે છે.

5. ઓસ્ટ્રેલીયા માં આધાર ની ખાતરી આપતો પત્ર આપવો ફરજીયાત છે.

ઓસ્ટ્રેલીયા માં રોકાણ દરમિયાન આધાર આપવાની ખાતરી આપતો  પત્ર એ સરકારી બોન્ડ તરીકે સેન્ટરલીંક (Centrelink) પાસે રહે છે. સહાય વિસા ની અરજી કરનારે $10,000 નો બોન્ડ મુખ્ય અરજકર્તા  માટે  અને  $4,000 નો બોન્ડ સાથી  અરજકર્તા માટે ભરવાનો હોય છે જે સેન્ટરલીંક 10 વર્ષ માટે રાખશે  . બિન સહાયક વિસા ના અરજકર્તા એ $5,000 નો બોન્ડ મુખ્ય અરજકર્તા  માટે અને $2,000 નો બોન્ડ સાથી અરજકર્તા માટે ભરવાનો હોય છે જે સેન્ટરલીંક 2 વર્ષ માટે રાખશે  .  

40,000 જેટલા પેરેન્ટ્સ બિન સહાયક વિસા માટે રાહ જોઈ રહ્યા છે. આ ધીમી પ્રક્રિયા સમાન છે , આ નાણાકીય વર્ષ માં આ શ્રેણી હેઠળ માત્ર 1500 વિસા જ મજુર કરવામાં આવ્યા છે. જયારે ખર્ચાળ સહાયક વિસા હેઠળ હજુ 7175 વિસા મંજુર કરવાના છે. 

આ અંગે વધુ માહિતી માટે મુલાકાત લ્યો  The Department of Immigration and Border Protection.