Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને સરળતાથી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી આપવા રીપોર્ટમાં ભલામણ

Senate committee calls for major overhaul of Australia's temporary migration system Source: Kagenm/Getty

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે વિવિધ ક્ષેત્રોમાં સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ - કુશળ કામદારોની અછત સર્જાઇ. પર્મેનન્ટ રેસીડન્સી વધુ સરળ કરવા સંસદીય અભ્યાસમાં ભલામણ કરવામાં આવી.

કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 5 લાખ જેટલા માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયા છોડ્યું છે. જેમાંથી મોટાભાગના સ્કીલ્ડ વર્કર્સ, કુશળ કામદારોનો સમાવેશ થાય છે, તેમ સંસદીય રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

જોઇન્ટ સ્ટેન્ડીંગ કમિટી ઓન માઇગ્રેશન દ્વારા અંતિમ રીપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં દેશમાં સ્કીલ્ડ માઇગ્રેશનને કેવી વધારી શકાય તે અંગે કેટલીક ભલામણો કરવામાં આવી છે.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, કુશળ કામદારોની અછતની એન્જીનિયરીંગ તથા કૃષિ ક્ષેત્રમાં મોટી અસર જોવા મળી રહી છે.

વર્ષ 2021-22ના નાણાકિય વર્ષમાં વધુ 77,000 લોકો ઓસ્ટ્રેલિયા છોડે તેવી શક્યતા હોવાથી વિદેશથી થતા સ્થળાંતરમાં નકારાત્મક અસર યથાવત રહે તેમ લાગી રહ્યું છે, તેમ કમિટીના ચેર લિબરલ સાંસદ જુલિયન લીસરે તેમના રીપોર્ટમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે સ્કીલ્ડ માઇગ્રેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે આ અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થઇ છે.

આ રીપોર્ટમાં સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને સરળતાથી ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી આપવા અંગે પણ ભલામણ કરવામાં આવી છે.

તેમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને શોર્ટ - ટર્મ સ્ટ્રીમ હેઠળના ટેમ્પરરી સ્કીલ્સ શોર્ટેજ વિસા (સબક્લાસ 482) ની શરતો બદલવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

તથા, નોકરીદાતા દ્વારા સ્પોન્સર કરવામાં આવતા કર્મચારીઓને પર્મેનન્ટ રેસીડન્સી આપવા વિશેની ભલામણ કરાઇ છે.

જોકે, રીપોર્ટમાં ઉમેદવાર પાસે અંગ્રેજીનું યોગ્ય જ્ઞાન તથા તેની ઉંમર 45 વર્ષથી ઓછી હોવાની શરતો યથાવત રાખવા અંગે જણાવાયું છે.

અગાઉ ગ્રેટન ઇન્સ્ટીટ્યૂચના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ લાંબાગાળીની આર્થિક વૃદ્ધિ કરવી હોય તો યુવા માઇગ્રન્ટ્સને પ્રાથમિકતા આપવી જોઇએ.

સંસદીય રીપોર્ટમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને તેમની વિસા આપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા અંગે પણ જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા જરૂરી કામના અનુભવના વર્ષની સંખ્યા 3થી ઘટાડીને 2 કરવાની ભલામણ કરવામાં આવી છે.

લેબર પક્ષે આ અભ્યાસ સાથે અસંમતિ દર્શાવી છે અને જણાવ્યું છે કે દેશના માઇગ્રેશનના ઇતિહાસમાં મોટા ફેરફાર કરવાની તક ચૂકી જવામાં આવી છે.

યુવા અને વધુ કુશળ કર્મચારીઓને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની તક આપી દેશના લાંબા સમયનો આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે સરકારે કેન્દ્રીય બજેટમાં કામચલાઉ અને કાયમી માઇગ્રેશન 2022ના મધ્ય બાદ સામાન્ય થાય તેમ જણાવ્યું હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને સરળતાથી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી આપવા રીપોર્ટમાં ભલામણ 12/08/2021 02:57 ...
ટી20 વર્લ્ડ કપમાં ભારત - પાકિસ્તાનની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટચાહકોનું અનોખું એડવેન્ચર 23/10/2021 07:50 ...
૨૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 22/10/2021 05:18 ...
તમારા બાળકમાં ચિંતા તથા તણાવને કેવી રીતે ઓળખશો 22/10/2021 13:04 ...
૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 21/10/2021 06:03 ...
જાણો, ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નિ:શુલ્ક કાયદાકીય સેવાઓ વિશે 21/10/2021 10:40 ...
૨૦ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 20/10/2021 06:00 ...
શાળાએ જતા બાળકોને કોવિડ-19 ચેપ સામે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય 20/10/2021 14:00 ...
૧૯ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 19/10/2021 06:03 ...
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કર્મચારીઓની ભારે અછત 19/10/2021 04:43 ...
View More