ઘણા અઠવાડિયા સુધી લૉકડાઉનનો અનુભવ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને ટેરીટરી કોરોનાવાઇરસના કેટલાક પ્રતિબંધો ઉઠાવી રહી છે. એક નજર કરીએ તમારા રાજ્યોમાં ઉઠાવવામાં આવેલા પ્રતિબંધો પર...
ન્યૂ સાઉથ વેલ્સ
- 1લી મેથી, બે વયસ્ક અને બે બાળકો સામાજિક એકલતાપણું અને માનસિક આરોગ્ય જળવાય તે હેતૂથી પરિવારજન કે મિત્રની મુલાકાત લઇ શકે છે.
- લોકોએ આ મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તથા તેમના આરોગ્યની જાળવણી રાખવી પડશે.
- સિડનીના બોન્ડાઇ અને બ્રોન્ટી બિચ સ્વિમીંગ અને સર્ફિંગ માટે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
- પરિવારજન કે મિત્રના ઘરની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવી હોવા છતાં લોકો પાસે યોગ્ય કારણ હશે તો જ તેમને ઘરમાંથી બહાર જવાની પરવાનગી છે. આ લિસ્ટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી, સ્કૂલ કે નોકરી-ધંધા પર જવું, કસરત કરવી, આરોગ્ય સેવા મેળવવી કે કોઇની સાર-સંભાળ રાખવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે.
ક્વિન્સલેન્ડ
- 1લી મેથી, રાજ્યના રહેવાસીઓ પિકનીક, જરૂરિયાત ન હોય તેવા ઉદ્દેશ્યથી વાહન ચલાવી શકે છે, મોટરબાઇક ચલાવી શકે છે, બોટ અથવા જેટસ્કીની મજા લઇ શકે છે, નેશનલ પાર્કની મુલાકાત અથવા જીવન જરૂરિયાતની વસ્તુઓની યાદીમાં ન હોય તેવી ગૌણ ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે.
- લોકો 50 કીલોમીટરની અંદર જ મુસાફરી કરી શકશે અને ફક્ત એક જ પરિવારના સભ્યો આ પ્રવૃત્તિઓ એક સાથે કરી શકશે. જો તમે એકલા રહો છો તો અન્ય એક વ્યક્તિને મળી શકો છો.
- 1.5 મીટર સોશિયલ ડિસ્ટન્સિંગ અને યોગ્ય સારસંભાળ લેવી જરૂરી છે.
નોધર્ન ટેરીટરી
- 1લી મેથી મેદાનો, જાહેર સ્વીમીંગ પૂલ્સ, નેશનલ પાર્ક્સ અને રીઝર્વ્સ જેવા સ્થાનો ફરીથી શરૂ કરાયા છે. આ ઉપરાંત, મિત્રો સાથે ફીશીંગ અને ગોલ્ફ જેવી પ્રવૃત્તિઓ કરી શકાશે.
- જીમ્સ, કેફે, રેસ્ટોરન્ટ્સ અને બાર 15મી મેથી શરૂ થશે, જેમાં બે કલાકની સમય મર્યાદા અપાશે.
- 5મી જૂનથી કોરોનાવાઇરસના પ્લાન સાથે તમામ વેપાર-ઉદ્યોગો શરૂ કરી શકાશે, અને સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પ્રેક્ષકો હાજર રહી શકશે.
- 1.5 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે, તે નિયમમાં કોઇ ફેરફાર કરાયો નથી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
- 10 વ્યક્તિનું ગ્રૂપ કસરત, લગ્ન તથા અંતિમ સંસ્કારમાં હાજર રહી શકે છે.
- પાર્કમાં પિકનીક ફિશીંગ, બોટીંગ, હાઇકીંગ, કેમ્પીંગ જેવી પ્રવૃત્તિ કરી શકાશે. જોકે, મુસાફરીના નિયમોનું પાલન કરવું પડશે.
- ઘર ખરીદવા અગાઉ કરવામાં આવતી મુલાકાતને મંજૂરી અપાશે. રાજ્યમાં બાર અને ખાણીપીણીનો વેપાર ફરીથી શરૂ કરવામાં આવતો હોવાથી રાજ્ય હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓને કોરોનાવાઇરસ હાઇજીનને લગતા કોર્સ કરવાની ફરજ પાડી રહ્યું છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં થતા ફેરફારો વિશે અહીંથી માહિતી મેળવો.

Restrictions are starting to be loosened in some states and territories. Source: AAP
વિક્ટોરીયા
- સ્ટેટ ઓફ ઇમરજન્સી હોવાથી 11 મે સુધી કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સાઉથ ઓસ્ટ્રેલિયા
- કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.
- લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકારે ઉદાર નીતી અપનાવી હતી, તે સમયે 10 લોકોને ભેગા થવાની મંજૂરી હતી અને કોરોનાવાઇરસના પ્રતિબંધનું ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવતો નહોતો.
તાસ્માનિયા
- કોઇ ફેરફાર જાહેર કરાયા નથી.
- તાસ્માનિયાએ ઉત્તર-પશ્ચિમ ભાગમાં કડક પ્રતિબંધોનો અમલ કર્યો હતો, તે વિક્ટોરીયાની જેમ જ પોતાનું વલણ યથાવત રાખશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
- કોઇ ફેરફાર થયો નથી.