સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ક્લબ્સ, પબ, સિનેમા બંધ રહેશે, સ્કૂલ અંગે કોઇ ચોક્ક્સ સહેમતિ ન બની

સોમવાર બપોરે 12 વાગ્યાથી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પબ, સિનેમા, ઇન્ડોર સ્પોર્ટ્સ બંધ રહેશે. વિક્ટોરીયામાં સ્કૂલ વેકેશન મંગળવારથી, ન્યૂ સાઉથ વેલ્સમાં સોમવારે નિર્ણય લેવાશે.

Scott Morrison - Prime Minister of Australia

Scott Morrison - Prime Minister of Australia Source: AAP

કોરોનાવાઇરસને દેશમાં અટકાવવા માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે રાત્રે કેટલાક કડક નિર્ણયો લીધા હતા.

સોમવારે બપોરે 12 વાગ્યાથી આ તમામ નિર્ણયો અમલમાં આવશે.

રવિવારે ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસોમાં જંગી વધારો થતા કેન્દ્રીય સરકારે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પબ, ક્લબ્સ અને ઇન્ડોર સ્થળો સોમવારથી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

એક નજર વિવિધ નિર્ણયો પર...

  • સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પબ્સ, અને બાર બંધ રહેશે
  • હોટલના પબ્સ બંધ પરંતુ રૂમ્સ ઉપલબ્ધ રહેશે.
  • વિવિધ રાજ્યો અને ટેરીટરીની સહેમતી પ્રમાણે, સિનેમા, ઇન્ડોર સ્પોર્ટ્સ, ઇન્ડોર પ્રાર્થના ગૃહો પણ બંધ રહેશે.
  • સોમવારે સમગ્ર દેશમાં શાળાઓ ચાલૂ રહેશે.
  • વિક્ટોરીયામાં શુક્રવારથી શરૂ થનારું વેકેશન હવે મંગળવારથી શરૂ થશે. જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં સોમવારે શાળાઓ શરૂ રહેશે, રાજ્યના પ્રીમિયર બેરિજીક્લિયાન સોમવારે સવારે પોતાના સંબોધનમાં આ અંગે આદેશ બહાર પાડશે.
  • રેસ્ટોરન્ટ્સ અને કેફેમાં ફક્ત ટેક – અવે જ થઇ શકશે.
  • હેર ડ્રેસર અને બ્યુટીશીયન પોતાની સેવાઓ ચાલૂ રાખી શકે છે.

મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.

જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


2 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now