- સીમા રાવ કમાન્ડો છે અને એણે મુંબઈ સહીત દેશના અનેક શહેરોના પોલીસ જવાનોને માર્શલ આર્ટસની તાલીમ આપી છે.
- ચેન્નાઇની પ્રવીણા સોલોમન ત્યાંના એક સ્મશાનનું વ્યવસ્થાપન સંભાળે છે
- ઇરા સિંઘલ અપંગ છે અને થોડા વર્ષ પહેલા એણે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા એક સાથે લેવાતી 27 સેન્ટ્રલ સર્વિસીસના મેરીટ લિસ્ટમાં પહેલો ક્રમ મેળવ્યો હતો.
આ દિવાળીના શુભ પર્વે એક સારા સમાચાર આવ્યા છે, આવતા મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઇરા સિંઘલ, સીમા રાવ તથા પ્રવીણા સોલોમન જેવી 100 મહિલાઓનું સન્માન કરવાના છે.
આ તમામ સ્ત્રીઓ એવી છે જેણે આજની તારીખે પણ પરંપરાગત પુરુષપ્રધાન ગણાતા ક્ષેત્રમાં પ્રવેશી પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
જેમ કે નાગપૂરની હર્ષિણી કાનોકર. MBA થયા પછી પણ હર્ષિણીએ કોઈ કોર્પોરેટ જોબનો મોહ છોડી ફાયરફાઈટર તરીકે પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ થઇ. અત્યારે એ નાગપૂરના જ અગ્નિશામક દળમાં ફરજ બજાવે છે. આખા દેશની આ પહેલી ફાયરફાઈટર છે.
ભારતની સૌથી પહેલી મહિલા ફાયરફાઈટર હર્ષિણી MBA કર્યા પછી અગ્નિશામક દળમાં જોડાઈ છે.
ડોક્ટર , એન્જીનીયર, બેન્કર કે શિક્ષક તરીકે તો વર્ષોથી સ્ત્રીઓ સેવા આપે છે. કઈંક કેટલીય મલ્ટીનેશનલ કંપનીમાં ચેરપર્સન કે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે મહિલાને આપણે જોતા આવ્યા છીએ.
જો કે એ વચ્ચેય ખાસતો ભારતમાં અમુક એવા ક્ષેત્ર છે જ્યાં સ્ત્રીની હાજરી પણ અસામાન્ય ગણાય છે.
દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભિ બાસુ , પહેલી મર્ચન્ટ નેવી કેપ્ટ્ન રાધિકા મેનન
રાજસ્થાનના રેલવે સ્ટેશન પર પોર્ટર તરીકે સત્તાવાર બેજ લેનારી મંજુ હોય, દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભિ બાસુ કે પછી પહેલી મર્ચન્ટ નેવી કેપ્ટ્ન રાધિકા મેનન ... આ તમામ એવી અસામન્ય મહિલા છે. અને યોગ્ય રીતેજ એમની અસાધારણ પ્રતિભાનું બહુમાન થવાનું છે

