Watch FIFA World Cup 2026™ LIVE, FREE and EXCLUSIVE

21મી કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસે શું ભારતના જીત મિશનની શરૂઆત થશે?

ગોલ્ડ કોસ્ટમાં શરૂ થયેલી 21માં કોમનવેલ્થ ગેમ્સના પહેલા જ દિવસે કુલ મળીને 19 ગોલ્ડ મેડલના વિજેતા નક્કી થશે. ભારતને પહેલા જ દિવસે કોમનવેલ્થ ગેમ્સની મેડલ લિસ્ટમાં ખાતુ ખોલાવવાની તક છે.

Team India

Source: AFP

કોમનવેલ્થ ગેમ્સના રંગારંગ ઉદ્ઘાટન સમારંભ બાદ હવે  ખરાખરીના મુકાબલા શરૂ થઈ ગયા છે . 21માં કોમનવેલ્થ ગેમ્સના પહેલા જ દિવસે કુલ મળીને 19 ગોલ્ડ મેડલના વિજેતા નક્કી થશે. ભારતને પહેલા જ દિવસે કોમનવેલ્થ ગેમ્સની મેડલ લિસ્ટમાં ખાતુ ખોલાવવાની તક છે. પ્રથમ દિવસે 13 રમતોના મુકાબલા થશે. જેમાંથી 5 ઇવેન્ટ એવી છે, જેમાં મુકાબલા ગોલ્ડ મેડલ માટે થશે. આ ઇવેન્ટ છે - સાઇક્લિંગ, જિમ્નાસ્ટિક, સ્વિમિંગ, ટ્રાથથ્લોન અને વેઇટલિફ્ટિંગ.

કોમનવેલ્થ ગેમ્સમાં આજની રમતોમાં જે ભારતીય ખેલાડીઓ પાસે  મેડલની આશા છે તેમાં મહિલાઓના 48 કિગ્રા વજન વર્ગમાં મીરાબાઈ ચાનુ મોખરે છે.ભારતીય વેઈટલિફ્ટિર મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં શાનદાર દેખાવ કરતાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. 23 વર્ષીય વેઈટલિફ્ટર કુલ 194 કિગ્રા વજન ઉંચકી ચૂકી છે.   વેઈટલિફ્ટિંગમાં પુરુષોના 56 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં  ગુરુરાજ  અને  પુરુષોની 62 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં મુથુપાન્ડી રાજા પણ મેડલ જીતવાની આશા સાથે ઝૂકાવશે. વેઈટલિફ્ટિંગમાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ નક્કી થવાના છે.  

સ્વિમિંગની ઈવેન્ટમાં સૌથી વધુ સાત જેટલા મેડલ દાવ પર લાગશે પણ ભરતીય ખેલાડીઓ પાસે આ ક્ષેત્રે કોઈ મોટી આશા રાખવામાં નથી આવી. જ્યારે ટ્રેક સાઈક્લિંગમાં છ અને વેઈટલિફ્ટિંગમાં ત્રણ, ટ્રાથથ્લોનમાં બે તેમજ આર્ટિસ્ટીક જિમ્નાસ્ટીકમાં એક ગોલ્ડ મેડલ દાવ પર છે.  

જિમ્નાસ્ટીકમાં મેન્સ આર્ટીસ્ટીક ઈવેન્ટમાં ભારતના આશીષ કુમાર, રાકેશ પાત્રા અને યોગેશ્વર સિંઘની ટીમ સ્પર્ધામાં ઉતરવાની છે. આશીષ કુમાર અગાઉ એશિયન ગેમ્સમાં તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ્સ જીતી ચૂક્યો છે. જો ભારતની ટીમ ઈવેન્ટમાં મેડલ જીતશે તો નવો ઈતિહાસ રચાશે.

ભારતીય ટેબલ ટેનિસની મેન્સ અને વિમેન્સ ટીમો  ગ્રુપ સ્પર્ધામાં ઉતરશે. ભારતની મેન્સ ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમીત દેસાઈ સામેલ છે. તેમની ટિમનો મુકાબલો ટ્રીનીદાદઅને ટોબાગો સામે છે.   

ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાનિયા નેહવાલ પાસે થી શ્રેષ્ઠ દેખાવ સાથે જીતની આશા છે.

ભારતીય મહિલા હોકી ટીમ આજે વેલ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં 2002માં ગોલ્ડ અને 2006માં સિલ્વર જીત્યો હતો. પૂલ-એમાં ભારત, વેલ્સ સિવાય મલેશિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા છે.

આ ઉપરાંત લોન બોલિંગ, સાયકલિંગ, બાસ્કેટબોલ ,સ્કવોશ  જેવી સ્પર્ધાઓ પણ છે.


2 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now