A small informal gathering that turned into self managed Gujarati senior citizens group

A group of Gujarati senior citizens in Perth have taken it upon themselves to organize weekly meetings to share their views on social issues, play indoor games and engage in different kinds of fun activities.

Senior citizens during their weekly meet

Senior citizens during their weekly meet. Source: Amit Mehta

ભારતીય સમાજની માન્યતા પ્રમાણે વૃદ્ધાવસ્થાએ મન તથા શરીર અશક્ત હોય તેવી અવસ્થા છે અને મોટેભાગે આ અવસ્થામાં વ્યક્તિ પોતાને એકલો સમજે છે પરંતુ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સિનિયર સિટીઝનન્સનું એક ગ્રૂપ અવનવી પ્રવૃત્તિઓ કરીને આનંદ માણવાની સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને હકારાત્મક રીતે જીવન જીવીને સમાજને એક અનોખો દાખલો બેસાડી રહ્યું છે.
Senior citizens during their weekly meet
Senior citizens during their weekly meet. Source: Amit Mehta
સામાન્ય રીતે સિનિયર સિટિઝન્સના ગ્રૂપ કોઇ સામાજિક સંસ્થા દ્વારા બનાવવામાં આવતા હોય છે પરંતુ આ ગ્રૂપની ખાસિયત એ છે કે વર્ષ 2005માં આ ગ્રૂપ માત્ર 10 લોકોથી શરૂ થયું હતું અને હાલમાં સ્વયંસંચાલિત રીતે ચાલતા આ ગ્રૂપમાં 125થી પણ વધારે સભ્યો છે. જે છેલ્લા છ વર્ષથી કાઉન્સિલ દ્વારા મળતી 100 ટકા સબ્સિડી સાથે ગીરાવિન હોલમાં ભેગા થઇને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે છે.
Senior citizens playing indoor games
Senior citizens playing indoor games. Source: Amit Mehta
ગ્રૂપના સભ્યો બુધવારે સવારે લગભગ 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ભેગા થાય છે અને વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરવાની સાથે સાથે વ્યાખ્યાન, યોગા, અંતાક્ષરી, કેરમ તથા પત્તા રમીને સમય પસાર કરે છે.

સામાન્ય રીતે ભારતીય સમાજમાં જનરેશન ગેપના કારણે પરિવારમાં કેવી મુશ્કેલી પડે છે અને માનસિક તણાવ ઉત્પન્ન થાય છે તેવા ગંભીર મુદ્દા પર પણ આ ગ્રૂપ નાના નાટક દ્વારા મનોરંજન પૂરું પાડે છે ઉપરાંત સાથે મળીને આ સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય તેની ચર્ચા કરે છે.
Senior citizens during their weekly meet
Senior citizens during their weekly meet. Source: Amit Mehta
વોલન્ટિયર દ્વારા ચાલતા આ ગ્રૂપમાં વિવધ સભ્યો સેવા પણ આપે છે. અગાઉ મંજૂબેન કેરાઇ તથા હાલમાં દિલીપભાઇ અને તેમના પત્ની મીનાબેન વોલન્ટિયર બનીને અહીં સેવા આપે છે. સિનિયર સિટિઝન્સ દર બુધવારે રસોઇયાને મદદ પણ કરે છે. 

આ ગ્રૂપની અન્ય રસપ્રદ બાબત એ છે કે 100 માણસોની રસોઇ થઇ શકે તેટલી માત્રામાં તેમણે વાસણો વસાવી પણ લીધા છે.
Senior citizens sharing their views on social issues
Senior citizens sharing their views on social issues. Source: Amit Mehta
સિનિયર સિટિઝન્સનું આ ગ્રૂપ દર બુધવારે દાળ, ભાત, શાક, રોટલી ઉપરાંત પ્રસંગોપાત રોટલા, શાક, ફરસાણ તથા મીઠાઇ પણ બનાવે છે. આ ગ્રૂપને પર્થમાં આવેલી બે દુકાન તરફથી વિનામૂલ્યે કરિયાણું આપે છે. 

દિલિપભાઇના જણાવ્યા પ્રમાણે ગ્રૂપના સભ્યો તમામ પ્રકારના કામ જાતે જ કરે છે. અને ઘણી વખત એક દિવસની રસોઇ માટેના સ્પોન્સર પણ મળે છે. મહિનાના અંતે અગાઉના મહિનામાં થયેલા તમામ ખર્ચાની વિગત દરેક સભ્યોને આપવામાં આવે છે.

ગ્રૂપના સભ્યો હમીદાબેન, દિલીપભાઇ, દામજીભાઇ કાલિદાસ પટેલ, મનસુખ ચોલેરા, જયંતીભાઇ શાહ, મંજૂબેન શાહ, લીલાબેન પરમાર, અક્ષ્મીનાબેન શાહના જણાવ્યા પ્રમાણે ગ્રૂપના તમામ સભ્યો બુધવાર આવવાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.

Share
2 min read

Published

Updated

By Amit Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
A small informal gathering that turned into self managed Gujarati senior citizens group | SBS Gujarati