SKIP TO MAIN CONTENT

Ahmedabad will host World Youth U-16 Chess Olympiad from 10 to 19 Dec 2017

10થી 19 ડિસેમ્બર 2017 સુધી રમાનારી ટૂર્નામેન્ટમાં એક જ સાથે 1000થી વધારે ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે, વિશ્વ પ્રસિદ્ધ આ ટૂર્નામેન્ટ ગુજરાતમાં ચેસની લોકપ્રિયતા વધારશે.

Juvenile chess players during the World Youth Chess Championship in Montevideo.
Juvenile chess players during the World Youth Chess Championship in Montevideo. Source: PANTA ASTIAZARAN/AFP/Getty Images

3 min read

Published

Updated

By Vatsal Patel



Skip to article content

આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત બે મોટી ઇવેન્ટનું સાક્ષી બનશે. એેક તો લોકશાહીના પર્વ સમાન ગણાતી વિધાનસભાની ચૂંટણી તો બીજી તરફ ચેસની રમતમાં આગવું સ્થાન ધરાવતી ફિડે વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ 2017. 10મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર 2017 સુધી અમદાવાદ FIDE (Federation Internationale des Echecs) વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપની યજમાની કરશે. જેમાં 40થી પણ વધારે દેશના ખેલાડીઓ ભાગ લેશે. સ્પોર્ટ્સના ક્ષેત્ર સાથે ગુજરાતનો અનોખો નાતો રહ્યો છે ત્યારે વર્લ્ડ લેવલની આ ટૂર્નામેન્ટનું ફોર્મેટ, નિયમો તથા કેટલા દેશની ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે તેના પર એક નજર.

ટૂર્નામેન્ટનું ફોર્મેટ અને નિયમો

ફિડેની મેમ્બરશિપ ધરાવતા તમામ દેશો સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની ટીમ મોકલી શકે છે. ફિડેના નિયમ પ્રમાણે એક ટીમમાં પાંચ ખેલાડીઓ તથા એક કેપ્ટન રહેશે. આ ઉપરાંત, ટૂર્નામેન્ટ 9 રાઉન્ડ સ્વીસ સિસ્ટમના આધારે રમાશે. દરેક બે ટીમો વચ્ચે ચાર બોર્ડ પર મેચ રમાશે. જ્યારે દરેક મેચ રમવા માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે.

એક સાથે 1000થી પણ વધુ ખેલાડીઓ રમશે

અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ શહેરના પ્રખ્યાત કર્ણાવતી ક્લબમાં યોજાશે. જેમાં આતંરરાષ્ટ્રીય રેન્ક ધરાવતા 40થી પણ વધુ દેશના 1000થી પણ વધુ ખેલાડીઓ એક જ છત નીચે એક જ સમયે રમતા જોવા મળશે.

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અજય પટેલે એસબીએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પયાડ અંડર-16 સૌ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં લગભગ 40 જેટલા દેશોની ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને પોતાની પ્રતિભાનો પરચો દર્શાવ્યા ઉપરાંત વિવિધ દેશોના ગ્રાન્ડમાસ્ટર્સ સામે સ્પર્ધા કરવાનો અવસર પ્રાપ્ત થશે. ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા તમામ દેશોના ખેલાડીઓનું ગાંધીજીની ધરતી પર સ્વાગત છે.

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી અંકિત દલાલે ટૂર્નામેન્ટના મહત્વ તથા મેગા ઇવેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ અંડર - 16 ફિડે કેલેન્ડરમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. ચેસ એ એવી ગેમ છે કે જેમાં મહિલાઓ પણ પોતાની પ્રતિભાનો પરચો દર્શાવી શકે છે. આ વખતે યોજાનારા વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડમાં દરેક ટીમમાં ઓછામાં ઓછી એક મહિલા ખેલાડીને સ્થાન આપવું અનિવાર્ય કરાયું છે. ગુજરાતમાં મેગા ઇવેન્ટના આયોજનથી યુવા ખેલાડીઓને પૂરતી તક મળશે ઉપરાંત રાજ્યમાં પણ રમતની લોકપ્રિયતા વધશે.

India bagged the gold medal in the World Youth Under-16 Chess Olympiad 2014 at Gyor in Hungary
India bagged the gold medal in the World Youth Under-16 Chess Olympiad 2014 at Gyor in Hungary. Source: World Youth Under-16 Chess Olympiad

ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ

ભારતીય ખેલાડીઓનું છેલ્લા કેટલાક સમયથી ચેસમાં ઉમદા પ્રદર્શન રહ્યું છે તેથી વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડમાં પણ ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ફીડે રેન્ક ધરાવતા નીહાલ સરીન તથા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાધાનો સમાવેશ થાય છે જે મજબૂત ટીમો સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જાણિતા છે. ભારતીય ટીમને તેમની હાજરીનો લાભ થશે.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now