Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

"...અને આ વિનાશક ઘટના ઘટી": સંજીવ મહેતા

વિશ્વ ગુજરાતી પરિષદના પ્રમુખ અને સામાજિક આગેવાન સંજીવ મહેતા 11 સપ્ટેમ્બરે બનેલ ગોઝારી ઘટના સમયના તેમના અનુભવ વહેંચે છે .

Sanjeev Mehta
Source: Sanjeev Mehta

7 સપ્ટેમ્બર 2001ના રોજ સંજીવ મહેતા અન્ય યુવા રાજકીય નેતાઓ સાથે અમેરિકન કાઉન્સિલ ઓફ યુથ પોલિટિકલ લીડર્સના કાર્યક્રમ હેઠળ ભારતીય પ્રતિનિધિ તરીકે અમેરિકાની મુલાકાતે હતા. આ કાર્યક્મ અંતર્ગત અમેરિકાના રાજકીય પ્રતિનિધિઓ અને નેતાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવાનો અને બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવાનો આશય હતો.

સંજીવ મહેતા જણાવે છે કે 8મી નવેમ્બરના રોજ તેમના પ્રતિનિધિ મંડળની મિટિંગ ડેપ્યુટી પ્રેસિડન્ટ પોવેલ સાથે ગોઠવાઈ હતી. આ મિટિંગમાં વ્યાપારી સંબંધો, સાંસ્કૃતિક સંબંધો અને અમેરિકન ભારતીયોના સંદર્ભે ચર્ચા -વાતચીત થઇ હતી. આ પ્રતિનિધિ મંડળના સભ્ય નીતિન પરીખ અને તેમણે (સંજીવ મહેતા) બંનેએ ડેપ્યુટી પ્રેસિડન્ટને કહ્યું, "... પાકિસ્તાન - ચીનને તમે ખુબ મહત્વ આપો છો, તો ભારત જેમ આંતકવાદનો સામનો કરી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ અમેરિકાની આવશે. તમે હેરાન થશો...."  આ સાંભળીને ડેપ્યુટી પ્રેસિડન્ટ બોલ્યા, " Even a sparrow can not fly without the permission of Pantagone ..."

અને બે દિવસ બાદ જ અને આ વિનાશક ઘટના ઘટી.

જયારે આ ઘટના ઘટી ત્યારે સવારે તેઓ નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસમાં હતા. ત્યાં ટીવી પર વારંવાર ટ્વીન ટાવર પર પ્લેનના હુમલાના સમાચાર બતાવતા હતા. ટીવી મ્યુટ પર હતું, એટલે  પહેલા તો સૌને થયું કે કોઈ ફિલ્મ કે ટીવી સીરિયલના પ્રોમોશન માટે આ સીન બતાવે છે. ત્યાંતો બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરવા લાગ્યા - અફડા તફડી થઇ ગઈ. પાર્ટીના એશિયન હેડ આવ્યા અને કહે આતંકી હુમલો થયો છે અને આખા પ્રતિનિધિ મંડળને ક્લ્બ હાઉસમાં પરત ફરવા જણાવાયું અને ક્લ્બ હાઉસ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી.

તેઓ જયારે ક્લ્બ હાઉસ જય રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે રસ્તામાં લોકો પોતાની ગાડીઓ છોડી ને ખુલ્લા મેદાન તરફ જઈ રહ્યા હતા, લોકોના ચહેરા પર ડર સાફ દેખતો હતો.તાત્કાલિક સલામતીના પગલાં હેઠળ બધી વાહનવ્યવહાર સેવાઓ બંધ કરી દેવાઈ હતી ખાસ કરીને વિમાન સેવાઓ, સ્કૂલ કે- કોલેજો બંધ હતી..  એક અજીબ પ્રકારની શાંતિ હતી.

3 દિવસ બાદ જયારે તેમને શહેરી વિસ્તારમાં લોકોને મળવા લઇ જવામાં આવ્યા ત્યારે ઘણા અમેરિકન લોકોએ કહ્યું કે," ભારત આવા હુમલા કેવી રીતે સહન કરે છે? તમે તો બહાદુર છો...." તો કેટલાક લોકોએ પ્રતિનિધિ મંડળના સભ્ય સલીમ અહેમદને જિહાદનો અર્થ પૂછ્યો તે અંગે ખુબ પ્રશ્નો કર્યા. પ્રતિનિધિ મંડળે વોશિંગટનમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો. ભારતીય રાજદૂત આલોક પ્રસાદે ભારતીય સમુદાય સાથે મિટિંગ ગોઠવી આપેલ અને પ્રતિનિધિ મંડળે પીડિતો માટે ફન્ડ રેઇઝિંગ કર્યું.

આ પ્રતિનિધિ મંડળને ત્યારબાદ સડકમાર્ગે એટલાન્ટા લઇ ગયા કેમકે હવાઈ સેવાઓ હજુ પણ રદ હતી. પ્રતિનિધિ મંડળની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તેમનો ડ્રાઈવર એક્સ આર્મીમેન હતો. આતંકી હુમલાથી તેનામાં ખુબ રોષ હતો, તેણે રસ્તામાં આ લોકોને કહ્યું કે જો મને ફરી ફોજમાં લઈલે તો આ બધાને સાફ કરી આવું, ધર્મ ના નામે લોકો હેરાન થાય એવા ધર્મને હું માનવા જ તૈયાર નથી...પરિસ્થિતિ એવી હતી કે માનવતા અંગે પ્રશ્નાર્થ હતો.

તેઓ એટલાન્ટા પહોંચ્યા ત્યાં એવી અફવા હતી કે ગમે ત્યારે ગમેત્યાં બીજા 25 આતંકી હુમલા હવાઈમાર્ગે થશે. લોકો પોતાના ઘેર જવામાં ડરતા હતા અને ખુલ્લા મેદાનમાં રહેવાનું પસંદ કરતા હતા. પશ્ચિમી સમાજ માટે આ પ્રથમ અનુભવ હતો આથી ડર, મૂંઝવણ અને આઘાત સમાન માહોલ હતું. પ્રતિનિધિ મંડળે એટલાન્ટા ગુજરાતી સમાજ સાથે મળીને પીડીતોમાટે ફન્ડ રેઈસિંગ કર્યું.

એટલાન્ટાથી તેઓને ન્યુ જર્સી જવાનું હતું, હવાઈમાર્ગે. અહીં એરપોર્ટ પર પ્રતિનિધિમંડળના સલીમ અહેમદને રોકવામાં આવ્યા. પહેલા તો તેમને વિમાનમાં મુસાફરી કરવા દેવાની જ ના પાડી - ખુબ વિનંતી કરી, તેઓ ક્યાં કારણોસર અમેરિકા આવ્યા છે તે જણાવ્યું, ડોક્યુમેન્ટ્સ બતાવ્યા ત્યારે એરપોર્ટ અધિકારીઓ તેમને જવા દેવા રાજી થયા. પણ સલીમ અહેમદને ખુબ જ કડક (અને એમ્બેરેસિંગ) દોઠ કલાક ચાલેલી તપાસ માંથી પસાર થવું પડ્યું, ફ્લાઇટ પણ મોડી થઇ.

તેઓને લોસ એન્જેલસ ફરવા લઇ જવામાં આવ્યા પણ પ્રતિનિધિમંડળને તે સમયે ફરવામાં જરાપણ રસ ન હતો આથી તેઓ ન્યુયોર્ક ગયા.

ન્યુયોર્કમાં તેઓને ગ્રાઉન્ડ ઝીરો પર જવાની પરવાનગી સલામતીના કારણોસર ન મળી.

અહીં યુ એસ ઇન્ડિયન બિઝનેસ કાઉન્સિલ સાથે વૈશ્વિક સ્તરે આતંકવાદનો સામનો કેવી રીતે થઇ શકે ? અને વ્યાપારજગત તે માટે શું મદદ કરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી.

અમેરિકન કાઉન્સિલ ઓફ યન્ગ પોલિટિકલ લીડરના ચેરમેન અને એટલાન્ટાના હોનરરી કોન્સુલ ફોર ઇન્ડિયા કેનેટ ક્તશૉ એ ભારતીય સમુદાયની મદદ થી પીડિતોના વેલ્ફેર માટે ખુબ કામ કર્યું.

અંતમાં સંજીવ મહેતા જણાવે છે કે આ આતંકી ઘટના એ સમગ્ર વિશ્વને આથિક ઉંચાઈએ જવાની પ્રેરણા આપતા ટ્વીન ટાવરને તોડીને દુનિયાનો વિકાસ ઝંખતા - પોતાનો વ્યક્તિગત આર્થિક વિકાસ ઝંખતા અને આ ટાવર માફક નવી ઉંચાઇસર કરવા માટે જે લોકોની ઇચ્છાશક્તિ હતી તેને તોડી પાડી . આજેય તે ધુમાડા આંખોથી દૂર થતા નથી.

 


4 min read

Published

Updated

By Harita Mehta



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now