SKIP TO MAIN CONTENT

Balkrishna Doshi, first South Asian to win Pritzker Architecture Prize

આર્કિટેકચરની દુનિયાનું નોબેલ પ્રાઈઝ ગણાતો પ્રીત્ઝકર પુરસ્કાર અમદાવાદના શ્રી બાલકૃષ્ણ દોશીને એનાયત થયો

Indian architect Balkrishna Doshi
Indian architect Balkrishna Doshi poses for the photograph at his residence in Ahmedabad, India, 08 March 2018. Source: AAP

1 min read

Published

Updated



Skip to article content

આર્કિટેકચરની દુનિયામાં વિશ્વભરમાં નામના મેળવનાર ગુજરાતના આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીને 2018નું પ્રિત્ઝકર પ્રાઈઝ મળ્યું છે. જે આર્કિટેકચરની દુનિયાનું નોબેલ પ્રાઈઝ મનાય છે.

આજ સુધી ભારત તો ઠીક સાઉથ એશિયામાં આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ છે. ૯૦ વર્ષીય પદ્મશ્રી બાલકૃષ્ણ દોશીનો જન્મ પુણેમા થયો હતો અને તેઓએ જે જે સ્કૂલ ઓફ આર્ટસ,મુંબઈમાંથી તેમના વિષયની માસ્ટર ડિગ્રી મેળવી હતી.

અમદાવાદનો ટાગોર હોલ,પ્રેમાભાઈ હોલ, આઇ આઇ એમ બેંગ્લોર, નેશનલ ફેશન ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી તેમજ ઇન્દોરનો અરણ્ય પ્રોજેક્ટ કે જે 6500 ઘરોનું આવાસ ધરાવે છે તે તેમના કેટલાક ઉલ્લેખનીય પ્રોજેક્ટ કહી શકાય.

તેઓ વિશ્વ ભરની ટોચની યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે આજે ૯૦ વર્ષની વયે પણ સેમિનારમા ભાગ લે છે અને સક્રિય પણ છે.તેમણે જગવિખ્યાત આર્કિટેકટ લા કોબુઝિયાર જોડે પણ કામ કર્યું છે.

 


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now