બ્રિસબનમાં ભારતીય બસ ચાલકને જીવતા સળગાવી નાખવાની કરુણ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલને ફોન કરી વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
સ્વ. મનમીતની હત્યાના આરોપમાં 48 વર્ષીય એન્ટોની ઓ 'ડોનોહુની ધરપકડ કરવામાં આવી છે. કથિત આરોપીનું માનસિક સ્વાસ્થ્ય દુરુસ્ત ન હોવાની વાત બહાર આવતા કવીન્સલેન્ડ સરકારે સ્વતંત્ર તાપસના આદેશ આપ્યા છે.
આ ઘટનાના પગલે ટ્રાન્સપોર્ટ કાર્યકરોની સુરક્ષાનો પ્રશ્ન પણ જલદ બન્યો છે. સરકાર તરફ થી યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

Source: AAP
સ્વ. મનમીત અલીશેર એક પ્રતિભાવાન વ્યક્તિ હતા. તેઓ ભારતીય સમુદાયમાં સક્રિય અને જાણીતા હતા. તેમની મૃત્યુ થી ઓસ્ટ્રેલિયાભરમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઓસ્ટ્રેલિયાભરમાં તેમને આપાયેલ અને આપવામાં આવનાર શ્રદ્ધાંજલિ :
બ્રિસબનના મુરુકા ખાતે જ્યાં તેમની હત્યા થઇ હતી, ત્યાં લોકો એ ફૂલો અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાંત સ્વ. મનમીતની યાદમાં એક પિલર કાયમી રીતે મુકવામાં આવશે.
તેમના ભાઈ તેમના પાર્થિવ દેહને ભાર લઇ જવા બ્રિસબન આવી પહોંચ્યા હતા. મનમીતના માતા- પિતાની ઉંમર અને તેમના સ્વસ્થ્યને ધ્યાનમાં લઇ હજુ તેમને આ ખબર આપવામાં નથી આવી. અમિત અલીશેરે ગુરુદ્વારામાં ભાઈની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Source: AAP
ગુરુદ્વારામાં પણ ભજન અને પ્રાર્થનાના કાર્યક્રમો યોજાયા


Source: AAP Image/Dan Peled

Source: AAP
સિડની ખાતે પણ યુ આઈ એ અને સી આઈ એ સંસ્થા તરફથી શ્રદ્ધાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે

Candlelight Vigil Source: CIA

Tribute/Vigil for Manmeet Sharma “Alisher”,the Brisbane Bus Driver, who was burnt alive last Friday.Wednesday, Nov 2, 5.00-8.00 PM. The Robyn Thomas Reserve, Source: CIA
Share

