ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય સરકાર મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ વર્ષ 2019-20 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.
મંગળવારે સાંજે રજૂ થનારા બજેટમાં માળખાગત સુવિધાઓ, ટેક્સ, આરોગ્ય, સુરક્ષા - સલામતી, શિક્ષણ, માઇગ્રેશન તથા ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દા સરકાર આ વર્ષના બજેટમાં સમાવે તેવી શક્યતા છે. તો, વર્ષ 2019-20નું બજેટ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને કેવી રીતે અસર કરી શકે છે તેની પર એક નજર...
બજેટની સામાન્ય માહિતી...
- વર્ષ 2019-20ના બજેટની સામાન્ય થીમ "મજબૂત અર્થતંત્ર અને સુરક્ષિત ભવિષ્ય" છે.
- મે મહિનામાં યોજાનારી ચૂંટણી અગાઉ સરકારનું અંતિમ બજેટ
- વર્ષ 2019-20 માટે 3 ટકાનો વૃદ્ધિ દર (MYEFO forecast)
- 5 ટકા જેટલો બેકારી દર વર્ષ 2019/20માં રહે તેવી શક્યતા (MYEFO forecast)
- માઇગ્રેશનની સંખ્યા 190,000થી ઘટાડી 160,000 થશે
- આગામી પાંચ વર્ષમાં 1.25 મિલિયન નવી નોકરીઓની જોગવાઇ
Image
ટેક્સમાં ક્યા ફેરફાર થઇ શકે
- ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાં રાહત થાય તેવા નિર્ણય લેવાય તેવી શક્યતા
- GST દ્વારા થયેલી 69 બિલિયન ડોલરની આવક રાજ્યોને વહેંચવા અંગેનો નિયમમાં ફેરફાર, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને મહત્તમ ફાયદો
- 10 મિલિયન ડોલરથી ઓછા વાર્ષિક ટર્નઓવર ધરાવનારા બિઝનેસને કાર - ધંધાની સાધનસામગ્રીમાંથી ટેક્સમાં રાહત મળી શકે
- ટેક્સમાં છેતરપીંડી પર ટેક્સ ઓફિસ અને અન્ય એજન્સીઓ કડક પગલાં લઇ શકે
રેલવે- રસ્તા, વાહનવ્યવહાર
- સરકાર આગામી 10 વર્ષમાં 75 બિલિયન ડોલરનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન અમલમાં મૂકે તેવી શક્યતા
- માર્ગ સલામતી અંતર્ગત 2.2 બિલિયન ડોલરના સુરક્ષા પ્લાનની જોગવાઇ
- સિડની, ન્યૂ સાઉથ વેલ્સ સેન્ટ્રલ કોસ્ટ રોડ પર ટ્રાફિક ઓછો કરવા માટે 254 મિલિયન ડોલરનો પ્લાન
- પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના માર્ગ તથા રેલ વ્યવહાર માટે 1.6 બિલિયન ડોલરની જોગવાઇ
આરોગ્ય સુવિધા
- લાંબા-ગાળાના નેશનલ હેલ્થ પ્લાન હેઠળ વિવિધ સ્કીમ્સ અને પોલિસીનો પ્રારંભ
- હદય સંબંધિત બિમારીઓના રીસર્ચ માટે 220 મિલિયન ડોલરનું મેડિકલ રીસર્ચ ફ્યુચર ફંડ
- વિક્ટોરિયન કેન્સર રીસર્ચ, સર્વિસ અને સુવિધાઓ માટે 496 મિલિયન ડોલરનું ફંડ
- GP, ઇમરજન્સી કેર અને રીજનલ વિસ્તારોમાં વિવિધ મેડિકલ સર્વિસ માટે 62 મિલિયન ડોલરનો પ્લાન
- બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ 32.6 મિલિયન ડોલરના પ્લાન અંતર્ગત દરેક સ્કેન બાદ 1500 ડોલર બચાવી શકશે
Image
વર્ષ 2019/20 માં સુરક્ષા - સલામતી માટેના પ્લાન
- 294 મિલિયન ડોલરના સુરક્ષા પ્લાન હેઠળ એરપોર્ટની સુરક્ષા વધારાશે
- ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીને ફંડ અપાશે
ક્લાઇમેટ ચેન્જ માટેના પગલા
- ક્લાઇમેટ સોલ્યુશન ફંડ હેઠળ 2 બિલિયન ડોલરની જોગવાઇ
- સ્નોવી હાઇડ્રો 2.0 (Snowy Hydro 2.0) હેઠળ 1.4 બિલિયન ડોલર
- તાસ્માનિયાના બેટરી ઓફ ધ નેશન અને મેરિનસ લિંક પ્રોજેક્ટ માટે 56 મિલિયન ડોલરનું ફંડ
શિક્ષણ ક્ષેત્રને બજેટની અસર
- જેન્સ કૂક યુનિવર્સિટીના કેઇન્સ ટ્રોપીકલ એન્ટરપ્રાઇસ સેન્ટરને 60 મિલિયન ડોલરનું ફંડ
- મેલ્બર્નમાં ઇન્ડિજીનીયસ એજ્યુકેશન હબ માટે 60 મિલિયન ડોલર
સમાજ-કલ્યાણ માટે
- 78 મિલિયન ડોલરના ફંડ હેઠળ પારિવારિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અને બાળકો માટે વધુ મકાનો બનાવાશે
રીજનલ ઓસ્ટ્રેલિયાના વિકાસ માટે
- પૂરની શક્યતા ધરાવતા રીજનલ વિસ્તારો માટે 28 મિલિયન ડોલરના પ્લાન અંતર્ગત હવામાનની દેખરેખ રાખતી અદ્યતન ટેક્નોલોજી અમલમાં મુકાશે
- નોર્થ ક્વિન્સલેન્ડમાં જોવા મળતી યલો ક્રેઝી એન્ટ્સ (yellow crazy ants) સામે રક્ષણ મેળવવા વધુ 9 મિલિયન ડોલરનું ફંડ
Share

