વર્ષ 2014ની 21મી જૂનથી સમગ્ર વિશ્વમાં આ દિવસને ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આગામી શુક્રવારે પણ આંતરરાષ્ટ્રીય યોગ ડેના રોજ વિશ્વના વિવિધ દેશોના લોકો યોગ દ્વારા આ દિવસને મનાવશે.
ભારત સહિત અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના લોકોમાં પણ યોગનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરો સિડની, મેલ્બર્ન, એડિલેડ, પર્થ, બ્રિસબેનમાં પણ લોકોએ સામૂહિક યોગ કરીને દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે યોજાનારા કાર્યક્રમની યાદી
સિડની
તારીખ - 21 જૂન, 2019
સમય - સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી
સ્થળ - લેવલ - 2, 265 કેસલરેગ સ્ટ્રીટ, ન્યૂ સાઉથ વેલ્સ 2000.
તારીખ - 22 જૂન, 2019
સમય - સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી
ક્યાં - બ્રેડફિલ્ડ પાર્ક, આલ્ફ્રેડ સ્ટ્રીટ, મિલ્સન્સ પોઇન્ટ, ન્યૂ સાઉથ વેલ્સ 2061
કાર્યક્રમ - યુનાઇટ વિથ યોગ, જેમાં બાળકો, સ્ત્રી - પુરુષો માટે યોગનું આયોજન, ફેસ પેઇન્ટીંગ, મેંહદી, ફોટો બુથ જેવા આકર્ષણ
તારીખ - 27 જૂન, 2019
સમય - સાંજે 6.30 વાગ્યે
ક્યાં - 55 ફાલ્કન સ્ટ્રીટ, ક્ર્વોસ નેસ્ટ, ન્યૂ સાઉથ વેલ્સ - 2065
કાર્યક્રમ - યોગ એન્ડ મેડીટેશન
તારીખ - 30 જૂન, 2019
સમય - સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યે સુધી
ક્યાં - પ્રિન્સ આલ્ફ્રેડ સ્ક્વેયર, પેરામાટ્ટા, ન્યૂ સાઉથ વેલ્સ, 2150
મેલ્બર્ન
મેલ્બર્નમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડીયા, આર્ટ ઓફ લિવીંગ અને યુનિવર્સિટી ઓફ મેલ્બર્નના સંયુક્ત ઉપક્રમે સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ - 22 જૂન, 2019
સમય - સવારે 9 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી
સ્થળ - માર્ટિન મેયર અરેના, સાઉથબેન્ક કેમ્પસ, યુનિવર્સિટી ઓફ મેલ્બર્ન, સાઉથબેન્ક, વિક્ટોરિયા - 3006
તારીખ - 22 જૂન, 2019
સમય - 10.30 વાગ્યે
સ્થળ - 4a 320 રીઝર્વ રોડ, ચેલ્થેનહામ, મેલ્બર્ન, વિક્ટોરિયા 3195
કાર્યક્રમની યાદી - જેન્ટલ યોગ
તારીખ - 23 જૂન, 2019
સમય - સવારે 11 વાગ્યે
સ્થળ - માર્કેટ સ્ટ્રીટ હોલ, ફીટ્ઝરોય નોર્થ
કાર્યક્રમ - આોથોન્ટીક યોગ એન્ડ મેડીટેશન
તારીખ - 29 જૂન, 2019
સમય - સવારે 8થી સાંજે 6.30 સુધી
સ્થળ - 386 માઉન્ટ એલેક્ઝાન્ડર રોડ, એસ્કોટ વેલ, વિક્ટોરિયા 3032
બ્રિસબેન
તારીખ - 22 જૂન, 2019
સમય - સવારે 7 વાગ્યે
સ્થળ - 17 ગિબોન સ્ટ્રીટ, વોલોંગાબ્બા, ક્વિન્સલેન્ડ 4102
તારીખ - 25 જૂન, 2019
સમય - સવારે 11.45થી બપોરે 12.30
સ્થળ - 1 મેઇન સ્ટ્રીટ, સ્પ્રીન્ગફિલ્ડ સેન્ટ્રલ, ક્વિન્સલેન્ડ 4300
પર્થ
પર્થમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે 15મી જૂનના રોજ સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોન્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને આર્ટ ઓફ લિવીંગના ઉપક્રમે યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Source: Supplied
150થી વધારે લોકોએ યોગનો પ્રયોગ કર્યો
પર્થમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં ફક્ત ભારતીય જ નહીં પરંતુ પાંચેક જેટલા દેશોના મળીને કુલ 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં 15થી 70 વર્ષની ઉંમરના લોકોએ પ્રાણાયમ, યોગ, મેડિટેશનનો પ્રયોગ કર્યો હતો.
પર્થમાં સમગ્ર વર્ષ દરમિયાન પાંચ અલગ અલગ સ્થાનો પર યોગ મફતમાં યોગના ક્લાસ ચલાવાય છે. જેમાં લગભગ 40થી 50 જેટલા લોકો ભાગ લે છે. 22,23 જૂનના રોજ કારાવારા વિસ્તારમાં સામૂહિક યોગનું આયોજન કરાયું છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને આર્ટ ઓફ લિવીંગ દ્વારા પર્થના હિન્દુ મંદિરમાં 23મી જૂનના રોજ સામૂહિક યોગ કરાવવામાં આવશે.
તારીખ - 22 જૂન, 2019
સ્થળ - શિવાનંદ મંદિર, ફ્રીમેન્ટલ
તારીખ - 23 જૂન, 2019
સ્થળ - જ્યોર્જ બર્નેટ હોલ, કારાવારા, પર્થ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
સમય - સવારે 10.30થી બપોરે 12.30 વાગ્યા સુધી
એડિલેડ
તારીખ - 4થી જુલાઇ, 2019
સમય - સવારે 11થી 12.30 વાગ્યા સુધી
સ્થળ - 1 રાગામુફિન ડ્રાઇવ, હેલેટ્ટ કોવ, સાઉથ ઓસ્ટ્રેલિયા 5158
કેનબેરા
તારીખ - 21 જૂન, 2019
સમય - સાંજે 6થી 7 વાગ્યા સુધી
સ્થળ - 20 ગેન્જ સ્ટ્રીટ, કેનબેરા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - 2600
તારીખ - 21 જૂન, 2019
સમય - સવારે 7થી 8 વાગ્યા સુધી
સ્થળ - 148 બુડા સ્ટ્રીટ, કેનબેરા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - 2608
ડાર્વિન
તારીખ - 30 જૂન, 2019
સમય - બપોરે 2થી 6 સાંજે વાગ્યે
સ્થળ - નાઇટક્લિફ ફોરશોર પાર્ક, 315 કેસુયારીના, રેપીડ ક્રીક, નોધર્ન ટેરીટરી.