આગામી 2જી ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150ની જન્મજયંતિ ઉજવવામાં આવશે. ભારતમાં આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને ગાંધીજીની આઝાદીની લડત, અહિંસા તથા તેમના ઉપદેશને યાદ કરવામાં આવશે.
બીજી તરફ, ભારતથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં પણ ગાંધી જયંતિની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના શહેરોમાં યોજાનારા કાર્યક્રમો પર એક નજર.
એડિલેડ
ધ ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન એસોસિયેશન ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા અને ધ યુનિવર્સિટી ઓફ એડિલેડ દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવાશે.
તારીખ, સમય : 2જી ઓક્ટોબર 2019, બપોરે 1 વાગ્યાથી
સ્થળ: યુનિવર્સિટી ઓફ એડિલેડ
કાર્યક્રમો: મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ, વિદ્યાર્થીઓની પોસ્ટર સ્પર્ધા.
કેનબેરા
હાઇ કમિશન ઓફ ઇન્ડિયા, કેનબેરા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.
તારીખ, સમય : 2જી ઓક્ટોબર 2019, સવારે 10થી 11 વાગ્યા સુધી
સ્થળ: ધ હાઇકમિશન ઓફ ઇન્ડિયા, ગ્લેબ પાર્ક, કેનબેરા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
કાર્યક્રમ: પ્રાર્થના સભા

Indian President Ram Nath Kovind, center, places flowers on a Gandhi statue as Australian Prime Minister Scott Morrison, right, watches in Parramatta. Source: AAP Image/Mark Metcalfe/Pool Photo via AP
ગાંધી એન્ડ વુમેન એમ્પાવરમેન્ટના વિષય પર ચર્ચા
તારીખ, સમય: 2જી ઓક્ટોબર 2019, સાંજે 6થી 7.30 સુધી
સ્થળ: ધ થીઓ નોરાટાસ મલ્ટીકલ્ચરલ સેન્ટર, 180 લંડન સર્કિટ, કેનબેરા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, 2601
મેલ્બર્ન
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ અને કોન્સ્યૂલેટ જનરલ ઓફ ઇન્ડિયા મેલ્બર્ન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તારીખ, સમય: 2જી ઓક્ટોબર 2019, બપોરે 2થી 4 વાગ્યા સુધી
સ્થળ: 344 સેન્ટ કિલ્ડા રોડ, મેલ્બર્ન
કાર્યક્રમ: એક અઠવાડિયા સુધી ચાલનારા મહાત્મા ગાંધીના જીવન વિશેના એક્ઝીબિશનનો પ્રારંભ કરાવાશે. આ ઉપરાંત, “બિલીવ ઇન લીડરશીપ – ધ ગાંધી વે” વિશે વાત કરવામાં આવશે.
ડ્રોપ ઇન ચાય દ્વારા ઉજવણી
તારીખ, સમય: 4થી ઓક્ટોબર 2019, બપોરે 2થી 3 વાગ્યા સુધી
સ્થળ: ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ, 149 બેરી સ્ટ્રીટ,કાર્લટન, વિક્ટોરીયા 3053.
કાર્યક્રમ: ભારતની આઝાદીની લડતમાં ગાંધીજીના અહિંસક આંદોલનના ફાળા વિશે વિવિધ સંબોધન
પર્થ
પર્થમાં ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના ભાગ રૂપે વોકનું આયોજન કરાયું છે.
તારીખ, સમય: 6ઠી ઓક્ટોબર 2019, સાંજે 4થી 5.30 વાગ્યા સુધી
સ્થળ: સ્ટેટ વોર મેમોરિયલ, કિંગ્સ પાર્ક
કાર્યક્રમ: કિંગ્સ પાર્ક ખાતે વોકનું આયોજન કરીને મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરાશે.
સિડની
સિડની ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા સિડની અને સિટી ઓફ પેરામેટા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તારીખ, સમય: 2જી ઓક્ટોબર 2019, સાંજે 5.30થી 7.30 સુધી
સ્થળ: 7A પાર્ક્સ સ્ટ્રીટ, પેરામેટા, ન્યૂ સાઉથ વેલ્સ 2150
કાર્યક્રમ: મહાત્મા ગાંધીના જીવન આધારિત એક્ઝીબિશનનું ડેરી ટોડ બેન્ડ હોલ ખાતે આયોજન.
યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી
તારીખ, સમય: 2જી ઓક્ટોબર 2019, સવારે 9.40થી 11 વાગ્યા સુધી
સ્થળ: યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, લાઇબ્રેરી લોન, બોટની સ્ટ્રીટ કેનસિન્ગટન.
કાર્યક્રમ: ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે, ગાંધીજીના પ્રિય ભજનો અને દાંડી માર્ચની ઘટનાને યાદ કરાશે.