સમગ્ર ઓસ્ટ્રેલિયાના વિવિધ સુપર માર્કેટ્સમાં વેચાતા લગભગ એક ડઝન જેટલા ફ્રોઝન શાકભાજી લિસ્ટેરિયા (Listeria) બેક્ટેરિયાના વધતા જતા ભયના કારણે પરત ખેંચવામાં આવ્યા છે.
આ અંગે ફૂડ સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે શાકભાજી પરત ખેંચાઇ રહ્યા છે. જેમાં Woolworths, Aldi, IGA અને કેટલાક અન્ય નાના સ્ટોર્સનો સમાવેશ થાય છે.
એજન્સીએ જણાવ્યું હતું કે લોકોએ કાચા તથા ફ્રોઝન શાકભાજી ઉપયોગમાં લેતા સમયે તેની ભય અંગે સાવચેત રહેવાની જરૂર છે.
લિસ્ટેરિયા (Listeria) બેક્ટેરિયા ગર્ભવતી મહિલાઓ તથા તેમના નવજાત બાળકો ઉપરાંત, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોનો સૌથી વધારે અસર કરે છે.
કેટલી ચીજવસ્તુઓને અસર થઇ
Woolworths - Essentials snap frozen mixed veg 1kg: Carrots, peas, corn, green beans & potatoes – National distribution Best Before 19 MAR 2020 through to 24 APR 2020
- Woolworths - Bell Farms Steam Veggie Carrot Corn and Broccoli 3pk 450g – National distribution, all stock
- IGA - Black & Gold Corn Kernels 500g – National distribution Best Before all dates
- IGA - Black & Gold Mixed Vegetables 1kg: Carrots, peas, beans & corn – National distribution Best Before all dates
- ALDI - Market Fare Peas, Carrots and Super Sweet Corn 1kg – National distribution
- ALDI - Market Fare Corn Kernels 1kg QLD, VIC, WA and select NSW stores Product of Hungary (only)
- ALDI - Market Fare Mixed Vegetables 1kg QLD, NSW, ACT, WA Packed in Belgium from Imported and Belgian Ingredients (only)
- ALDI - Market Fare Quick Steam Carrot Broccoli and Cauliflower 450g – National distribution
- ALDI - Market Fare Quick Steam Carrot Corn and Broccoli 450g – National distribution
- ALDI: Only products with country of origin of Belgium, United Kingdom or Hungary, all other countries not affected.