SKIP TO MAIN CONTENT

ઢોલીડા ઢોલ રે વગાડ . . .

ઢોલ ટ્રેઝર તરીકે ઓળખાતી જોડી સાજીદ ખાવરા અને અહેમદ ખાવરા ઓસ્ટ્રેલિયાની ટુર પર છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ઘણા પ્રસિદ્ધ ગીતોમાં તેઓ ઢોલ વગાડી ચુક્યા છે. તેમના સિડની પ્રવાસ દરમિયાન તેઓએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.

Sajid- Ahmed Khawra
Source: Harita Mehta

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

ગુજરાતી અને હિન્દી ફિલ્મ સંગીતમાં ઢોલની  થાપ માટે પ્રસિદ્ધ જોડી સાજીદ  ખાવરા  અને અહેમદ ખાવરાએ SBS Gujaratiની  મુલાકાત  લીધી.

તેઓ ગુજરાતના કચ્છના વતની છે અને  મુંબઈ  તેમની કર્મભૂમિ છે.  પોતાની ઢોલી  તરીકેની સફર અંગે તેઓએ જણાવ્યું હતું કે ઢોલ વગાડવું એ તેમના પરિવારની પરમ્પરા સમાન છે. તેમના દાદા- પરદાદાના  સમયથી આ કલા હસ્તાંતરિત  કરવામાં આવી છે.  નાનકડા ગામથી બૉલીવુડ સુધીનો સંઘર્ષ ખાટી -  મીઠી યાદો અને પડકારભર્યો  રહ્યો. આ જોડી દ્રઢપણે માને છે કે સંઘર્ષ બાદ સફળતા મળે જ છે.

તેમના પિતા પાસે તેઓએ ઢોલ વગાડવાની તાલીમ લીધી અને સંગીતકાર વીજુ શાહે તેઓને બોલીવુડમાં તક આપી. બોલીવુડ અને આધુનિક ગુજરાતી ફિલ્મોના મોટાભાગના પ્રખ્યાત સંગીતકારો સાથે તેઓએ કામ કર્યું છે.

તેમના ઢોલના તાલે પ્રસિદ્ધ  થયેલ કેટલાક  ગીતો - દંગલ ફિલ્મનું ટાઇટલ ગીત, ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મના ગીતો,  MTV COKE સ્ટુડીઓના ગીતો, રોન્ગ સાઈડ રજુ ફિલ્મનું ગોરી રાધાને કાળો કાન અને સોની ટીવી પર આવનનાર સિરિયલ પહેરેદાર પિયા કીનું ટાઇટલ ટ્રેક અને અન્ય ઘણા બધા ગીતો. 


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now