સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને ટીનેજર્સમાં સોશિયલ મીડિયાના માધ્યમો જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા અને ઓનલાઇન ડેટિંગ સાઇટ્સના વપરાશનું પ્રમાણ વધ્યું છે. અને, તેના કારણે તેઓ જાણતા – અજાણતા પોતાની કેટલીક માહિતી અને અંગત ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર કોઇ અન્ય વ્યક્તિ સાથે વહેંચે છે.
કોઇ એક મિત્રને વિશ્વાસપૂર્વક વહેંચેલો અંગત, નગ્ન ફોટો કે ઓનલાઇન સેક્સ જોતજોતામાં વાઇરલ થઇ જાય છે અને ત્યાર બાદ ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડે છે.
SBS પર 1લી ઓગસ્ટ 2019થી આ વિષયને આધારિત નવી શ્રેણી ‘ધ હન્ટીંગ’ શરૂ થઇ રહી છે. જેમાં આ પરિસ્થિતી બાદ ઉત્પન્ન થતા પ્રશ્નો વિશે વાત કરવામાં આવી છે.

Source: SBS
માતા-પિતા અને બાળકોએ જોવા જેવી શ્રેણી
SBS પર શરૂ થઇ રહેલી નવી શ્રેણી ‘ધ હન્ટીંગ’ માં ટીનેજર્સ કેવા સંજોગોમાં ઓનલાઇન સેક્સની જાળમાં સપડાય છે અને, ભવિષ્યમાં તેના કારણે પેદા થનારી પરિસ્થિતીની જાણ હોવા છતાં પણ તેઓ પોતાના નગ્ન ફોટોગ્રાફ્સ ઓનલાઇન સાઇટ્સ પર વહેંચવા મજબૂર થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
માતા-પિતાએ તેમના બાળકો સાથે આ શ્રેણી જોઇ ઓસ્ટ્રેલિયન સમાજમાં પ્રવર્તી રહેલા આ પ્રકારના દુષણ વિશે વાત કરી તેમને જાગૃત કરવા જરૂરી છે.
ધ હન્ટીંગ શ્રેણી
- ધ હન્ટીંગ શ્રેણીમાં કેટલીક વખત બિભત્સ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. એનો મતલબ એમ નથી કે આ શ્રેણીમાં દર્શાવાયેલા આ પ્રકારના દ્રશ્યો જોવાનું ટાળવું જોઇએ. તેમાં કેટલીક અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરાયો છે પરંતુ આ પ્રકારનું દુષણ સમાજમાં પ્રવર્તી રહ્યું હોવાના કારણે તેને શ્રેણીમાં સ્થાન અપાયું છે.
- જો માતા-પિતા અને બાળકો એકસાથે આ શ્રેણી જોઇ રહ્યા હોય તો બાળકને રૂમના કોઇ અન્ય ખૂણા પર બેસવાની પરવાનગી આપો. જ્યાં એ માતા-પિતાને ન જોઇ શકે અથવા બંને વચ્ચે આંખ દ્વારા કોઇ સંપર્ક ન થાય.

Amandip (Kavitha Anandasivam) and Nassim (Yazeed Daher). Source: SBS
- શ્રેણી જોયા બાદ બાળકને તેઓ આ પ્રકારની કોઇ ઘટનાનો સામનો કરી રહ્યા છે તેવા શબ્દો દ્વારા પૂછપરછ ન કરો. અને, જો તે એ સ્વીકારે તો તેને સજા કરવાની ધમકી પણ ન આપો. શાંતચિત્તે બાળક પાસે શ્રેણી વિશે અભિપ્રાય જાણી શકાય છે.
- જો તમે શ્રેણી રેકોર્ડ કરી હોય કે SBS On Demand પર જોઇ રહ્યા હોય ત્યારે અમુક દ્રશ્યો ન જોવા હોય તો ફાસ્ટ ફોરવર્ડનો ઉપયોગ કરી શકાય છે.
- શ્રેણી જોતી વખતે જો તમને ખબર પડે કે તમારું બાળક ચિંતામાં છે કે તેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા છે તો તમે તેની સાથે વાત કરો. શ્રેણીમાં આવી રહેલી ઘટના તેની સાથે પણ બની ચૂકી હોવાથી તેનું વર્તન બદલાઇ શકે છે.
આ પરિસ્થિતીમાં વિવિધ સંસ્થાઓની મદદ લઇ શકાય
- Reach Out Parents
- Kids Helpline
- Headspace
- Office of the eSafety Commissioner
- Think U Know
- Youth Law Australia
આ આર્ટીકલ રેબેક્કા સ્પેરોની વેબસાઇટ પરથી લેવામાં આવ્યો છે. સંપૂર્ણ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો અથવા રેબેક્કાને ફેસબુક પર ફોલો કરો.
સેક્સટીંગના ખ્યાલને સમજો
સેક્સટીંગ એટલે કે નગ્ન કે અભદ્ર ફોટોગ્રાફ્સ મોબાઇલ કે કમ્પ્યુટરના માધ્યમથી વેબસાઇટ્સ પર વહેંચવા. આ ખ્યાલ પ્રમાણે, ફોટોગ્રાફ મેળવનાર વ્યક્તિએ ફોટો મોકલનારની તમામ ગોપનીયતા જાળવવી જરૂરી છે.
કોઇ પણ બાળક કે વ્યક્તિ પોતાના અંગત ફોટોગ્રાફ્સ ઓનલાઇન વહેંચે ત્યારે તેને દોષિત ઠેરવવામાં આવે છે. ખરેખર ગુનેગાર એ વ્યક્તિ છે જેણે તે ફોટો વાઇરલ કર્યો છે કે અન્ય લોકો સાથે વહેંચ્યો છે.
કાયદાકીય રીતે સેક્સટીંગ જો 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ વચ્ચે થાય તો તે સ્વીકાર્ય છે પરંતુ, જો ફોટો મોકલનારની પરવાનગી વિના ફોટો અન્ય કોઇ વ્યક્તિને ફોરવર્ડ કરવામાં આવે ત્યારે તે ગુનો બને છે.

Taking its cue from the #MeToo moment, 'The Hunting' creates a figure of female resistance in Zoe. Source: SBS
ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગુનો બને છે
ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે, 18 વર્ષથી ઓછી ઉંમરની કોઇ પણ વ્યક્તિને સેક્સટીંગ માટે મજબૂર ન કરી શકાય. જો તેમ કરવામાં આવે તો એને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગણાશે. ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ ઉંમરના વ્યક્તિએ તેની પાસે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સામગ્રી જેમ કે ફોટોગ્રાફ્સ, વીડિયો રાખવી તથા તેને અન્ય કોઇ માધ્યમ પર અપલોડ કરવી ગુનો બને છે.
ફોટોગ્રાફ વહેંચવા જોખમી
ઓસ્ટ્રેલિયામાં ટીનેજર્સ તેમના મિત્રો સાથે નગ્ન ફોટોગ્રાફ વહેંચતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા તેમનામાં આત્મવિશ્વાસ કે સેક્સ એજ્યુકેશનને લગતું જ્ઞાન વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક સર્વેના રીપોર્ટ પ્રમાણે, જે બાળકો આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા તેમણે ફક્ત આનંદ મેળવવા અને પ્રેમ વ્યક્ત કરવાના એક પ્રકાર તરીકે ફોટોગ્રાફ વહેંયાં હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ આ જોખમી છે.
બાળકોને જ્ઞાન આપી જાગૃત કરવા જરૂરી
બાળકોને ઇન્ટરનેટ કે કોઇ સોશિયલ મીડિયાના માધ્યમ પર તેમના અંગત અથવા તો નગ્ન ફોટોગ્રાફ્સ અપલોડ ન કરવા અંગે જરૂરી જ્ઞાન આપી તેમને જાગૃત કરવા જરૂરી છે.
બીજી તરફ, અન્ય વ્યક્તિની ગોપનીયતા જળવાય અને મંજૂરી સિવાય કોઇ પણ વ્યક્તિ કે ટીનેજર્સે તેમના ફોટોગ્રાફ્સ કે માહિતી અન્ય સાર્વજનિક પ્લેટફોર્મ પર અપલોડ ન કરવા પર સમજાવવું જોઇએ.
ડો. ટેસા ઓપી સોસાયટી ઓફ ઓસ્ટ્રેલિયન સેક્સોલોજીસ્ટ (SA/NT branch) ના પ્રમુખ અને સેક્સ એજ્યુકેશન પૂરું પાડતી in your skin સંસ્થાના સંસ્થાપક છે.
જો તમે અથવા તમારી જાણમાં કોઇ પણ વ્યક્તિ શારીરિક છેડછાડ અથવા ઘરેલું હિંસાનો ભોગ બની હોય તો 1800 737 732 પર ફોન કરો અથવા http://www.1800respect.org.au/ પર ફરિયાદ કરો.
માતા-પિતા અને બાળકો જો આ અંગે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ઇ-સેફ્ટી કમિશ્નર વેબસાઇટ અથવા SBS Learn નો ઉપયોગ કરી શકે છે.