ફિલ્મ ચાહકો આગામી અઠવાડિયામાં લોકપ્રિય થઇ હોય તેવી ભારતીય ફિલ્મ્સની મફતમાં મજા માણી શકે છે. સિડનીમાં દર વર્ષે યોજાતા પેરામસાલા ફેસ્ટીવલમાં આ વખતે ભારતની વિવિધ ભાષાઓમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો રજૂ થશે જ્યારે SBS On Demand પર હોળીના તહેવાર દરમિયાન હિન્દી ફિલ્મો દર્શાવાશે.
SBS On Demand પર વર્ષ 1970થી 2000 સુધીમાં રજૂ થયેલી એક્શન, થ્રીલર, રોમાન્સથી ભરપૂર ફિલ્મોની પ્રસ્તુતિ કરાશે.
પેરામસાલા તથા SBS On Demand પર ટેલિકાસ્ટ થનારી ફિલ્મો પર એક નજર...
પેરામસાલા 2019 - સિડની
સિડની ખાતે યોજાનારા પેરામસાલા 2019માં હિન્દી ઉપરાંત, પંજાબી, તમિલ, મેન્ડરીન તથા અંગ્રેજી ભાષાની વિવિધ ફિલ્મોની મજા માણી શકાશે.
14 માર્ચ મેન્ડરિન
ફિલ્મ: Till the End of the World
સમય: 7.30 pm
સ્થળ: પેરામેટા રિવરસાઇડ ચર્ચ સ્ટ્રીટ
15 માર્ચ તમિલ
ફિલ્મ: Viswasam
સમય: 7.30 pm
સ્થળ: પેરામેટા રિવરસાઇડ ચર્ચ સ્ટ્રીટ

Hindi flim on SBS on Demand Source: SBS
16 માર્ચ હિન્દી
ફિલ્મ: Gully Boy
સમય: 7.30 pm
સ્થળ: પેરામેટા રિવરસાઇડ ચર્ચ સ્ટ્રીટ
17 માર્ચ પંજાબી
ફિલ્મ: Uda Aida
સમય: 7.30 pm
સ્થળ: પેરામેટા રિવરસાઇડ ચર્ચ સ્ટ્રીટ
17 માર્ચ અંગ્રેજી
ફિલ્મ: The Run
સમય: 7.30 pm
સ્થળ: પ્રિન્સ આલ્ફ્રેડ પાર્ક ચર્ચ સ્ટ્રીટ
દર વર્ષે દિવાળી કે હોળી જેવા તહેવાર દરમિયાન SBS હિન્દી ફિલ્મ્સ દર્શાવે છે. આ વર્ષે હોળી વખતે 18મી માર્ચથી બોલીવૂડની લોકપ્રિય ફિલ્મોની રજૂઆત થશે. SBS on Demand પર કોઇપણ સમયે આ ફિલ્મોની મજા માણી શકાશે.
SBS On Demand પર પ્રસારિત થનારી ફિલ્મોની યાદી
Sholay (1975)
Maqbool (2003)
Mangal Pandey : The Rising (2005)
Bandit Queen (1994)
Share

