First ever Indian Independence Day celebration by the City of Parramatta.

Flag hoisting ceremonies have taken place in various states across Australia. Parramatta city in Sydney witnessed its first ever Indian independence day.

Dance performance by Indian community on the occasion of India's independence day

Dance performance by Indian community on the occasion of India's independence day Source: SBS Gujarati

સમગ્ર ભારત દેશમાં તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ દેશથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં વસી રહેલા ભારતીય મૂળના લોકોએ પણ દેશના 72માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલ્બોર્ન, કેનબેરા, બ્રિસબેન તથા પર્થ ખાતે ભારતીય સ્વાતંત્ર્ય દિવસ મનાવાયો હતો.
Dance performance by Indian community on the occasion of Indian independence day
Dance performance by Indian community on the occasion of Indian independence day. Source: SBS Gujarati

સિડનીના પેરામેટા ખાતે સૌ પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા પેરામેટા ખાતે ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એવું સૌ પ્રથમ વખત બન્યું હતું કે પેરામેટા ખાતે ભારતીય સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો હોય. સિટી ઓફ પેરામેટા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લગભગ 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ ઉજવણીમાં ભારતના સિડની ખાતેના કોન્સ્યુલેટ જનરલ બી. વનલાલવાવના તથા પેરામેટા સિટી કાઉન્સિલના લોર્ડ મેયર એન્ડ્ર્યુ વિલ્સન ઉપસ્થિત રહ્યા હતા.
People of Indian community gathered during the Independence day ceremony
People of Indian community gathered during the Independence day ceremony. Source: SBS Gujarati
કોન્સ્યુલેટ જનરલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત હાલમાં ઉભરતું અર્થતંત્ર બન્યું છે અને ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોએ ભારત સરકાર દ્વારા ચાલતા વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લઇને દેશને નજીકથી જાણવું જોઇએ.

આ ઉપરાંત તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશના સંબંધો વધુ મજબૂત બને તે માટે બંને દેશોની સરકાર કાર્યરત છે.

પેરામેટા સિટી કાઉન્સિલના લોર્ડ મેયર એન્ડ્ર્યુ વિલ્સને ભારતને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવતી વખતે જણાવ્યું હતું કે, "ભારતીય સમુદાય એ પેરામેટા શહેરનું પિલ્લર સમાન રહ્યો છે અને આ સમુદાયો વર્ષોથી તેમની પરંપરા જાળવી રાખી છે, જે અદભુત છે."
Dance performance by Indian community.
Dance performance by Indian community. Source: SBS Gujarati

વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ

પેરામેટા ખાતે ઉજવાયેલા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ આપવામાં આવ્યા હતા. જેમાં સ્વસ્તીક ડાન્સ સ્કૂલ તથા ઉત્સવ ડાન્સ સ્કૂલે ઉપસ્થિત ભારતીય સમુદાયની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ત્યાર બાદ મેયર એન્ડ્ર્યુ વિલ્સને ભારતીય સમાજના લોકો સાથે ભાંગડા કરીને સેલિબ્રેશન કર્યું હતું.
Indian flag hoisted at Federation Square in Melbourne
Indian flag hoisted at Federation Square in Melbourne. Source: SBS Hindi

ગુજરાતી એક્ટર માનસ શાહ વીડિયો મેસેજ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે

ગુજરાતી ટીવી એક્ટર હિતેશ ઉપાધ્યાયે ભારતીયોને 15મી ઓગસ્ટની શુભકામના વ્યક્ત કરી હતી

સિંગર રાજલ બારોટ તથા ક્રિકેટર પ્રિયાંક પંચાલની ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા

ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ ભારતને શુભકામના પાઠવી

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલે ભારતને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે આ જણાવ્યું હતું કે, "ભારત અને ઓસ્ટ્રેલિયાનો વિશેષ સંબંધ રહ્યો છે. અહીં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીય લોકો દેશના વિવિધ ક્ષેત્રમાં પોતાનો સહયોગ આપીને દેશને વધુ મજબૂત બનાવી રહ્યા છે."
"મને આશા છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ આગામી સમયમાં વધુ ગાઢ બનશે."
મિનિસ્ટર ઓફ સિટિઝનશીપ અને કલ્ચરલ અફેર્સ એલન ટુડે ભારતીય સ્વાંતત્ર્ય દિવસ નિમિત્તે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. ભારત તથા ઓસ્ટ્રેલિયાના સંબંધો આર્થિક, રાજકીય રીતે ઘણા મહત્વના રહ્યા છે. આગામી વર્ષોમાં પણ તે વધુ મજબૂત બને તેવી આશા."

મિનિસ્ટર ઓફ ડિસેબિલીટી સર્વિસ એન્ડ મલ્ટિકલ્ચરીઝમ રેય વિલિયમ્સે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, "ન્યૂ સાઉથ વેલ્સના વિકાસમાં ભારતીય સમુદાયનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તેમને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું."

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી દેશને સંબોધ્યા અગાઉ ટ્વિટરના માધ્યમથી દેશને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

Share
3 min read

Published

Updated

By Harita Mehta, Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
First ever Indian Independence Day celebration by the City of Parramatta. | SBS Gujarati