ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યના કાર્મીચેલ ખાતે આવેલી કોલસાની ખાણ સામે થઇ રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતા ચાર ફ્રેન્ચ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે.
અદાણી કંપનીની કોલસાની ખાણનો વિરોધ કરી રહેલું ગ્રૂપ ફ્રન્ટલાઇન એક્શન સોમવારે ક્વિન્સલેન્ડની એબોટ્ટ પોઇન્ટ ટર્મિનલ ખાતેની જગ્યા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું.
રીપોર્ટર હ્યુગો ક્લેમેન્ટ સહિત ચાર ફ્રાન્સના ચાર પત્રકારો અને વિક્ટોરિયાના એક નાગરિકની કંપનીની સાઇટ પર પરવાનગી વગર પ્રવેશ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
વિક્ટોરિયાની 20 તથા 22 વર્ષની બે મહિલાઓની પણ રેલવેના કામમાં દખલ કરવાના આરોપસપ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે પત્રકારોના હાથમાં હથકડી લગાવાઇ હતી અને તેમને પોલીસની કારમાં બેસાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અદાણી કંપની તેની માઇનિંગ સાઇટનું કાર્ય ટૂંક જ સમયમાં શરૂ કરશે તેવા અહેવાલો પ્રકાશિત થયા બાદ કંપની વિરુદ્ધ સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ પ્રદર્શન શરૂ થયું હતું.
તે દરમિયાન ત્રણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 75 વર્ષની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
Share


