SKIP TO MAIN CONTENT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ

Vijay Rupani and Arjun Modhvadiya
Source: FB

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

 ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં 68% મતદાન  થયું હતું.  આ સાથે જ ચૂંટણીમાં ઉભા રહેલા 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. જેનુ રિઝલ્ટ 18મીએ આવશે.  નવસારીમાં સૌથી વધુ મતદાન તો સૌથી ઓછું ડાંગ જિલ્લાનું મતદાન નોંધાયું છે. આખા દિવસે મતદાન વચ્ચે અનેક જગ્યાઓએ ઈવીએમ ખોટકવાની ફરિયાદો ઉઠી હતી, તો બીજી તરફ ઈવીએમ બ્લૂટૂથ સાથે કનેક્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

એક રસપ્રદ વિગત એમ પણ છે કે ગીર સોમનાથના બાનેજ ગીરમાં 100% મતદાન નોધાયું હતું. 

ઘણા નવયુગલોએ લગ્નગ્રન્થિથી  જોડાતા પહેલા મતદાન કરેલ. તો વૃદ્ધ વડીલોએ પણ પોતાની મતદાનની ફરજ નિભાવી.

પ્રથમ તબક્કામાં વિજય રૂપાણી , કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળા, રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલ, અર્જુન  મોઢવાડીયા  જેવા નેતાઓએ મતદાન કર્યું હતું

 

ઓસ્ટ્રેલિયાના સિંડની નિવાસી પ્ંકજ આસોદરીયા અને તેમના પત્ની એ પણ ગોંડલમાં મતદાન કર્યું

Pankaj Asodariya FB
Source: Pankaj Asodariya FB


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now