Government relaxes controversial visa policy affecting people with disabilities

ગંભીર બીમારી કે શારીરિક કે માનસિક અપંગતા ધરાવતી વ્યક્તિઓ માટે ઓસ્ટ્રેલિયાની પર્મનન્ટ રેસીડન્સીના નિયમ બદલાયા.

Brisbane International Airport

Brisbane International Airport. Source: AAP

ગંભીર બીમારી કે શારીરિક કે માનસિક અપંગતા ધરાવતી વ્યક્તિની ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની અરજી તેની સારવાર પાછળ થનાર ખર્ચને આધારે સ્વીકારવામાં કે નકારવામાં આવે છે.

આ નિયમમાં સરકારે કોઈ મોટી જાહેરાત વિના ફેરફાર કરી દીધા છે.

૧ જુલાઈ ૨૦૧૯થી અમલમાં આવેલા નવા નિયમ હેઠળ એક વ્યક્તિની લાંબા ગાળે થતી સારવારનો ખર્ચ ૪૯,૦૦૦ ડોલર કે તેનાથી ઓછો હોય તો હવે તેની પર્મનન્ટ રેસીડન્સીની અરજી નકારવામાં નહિ આવે.

અગાઉ આ રકમ ૪૦,૦૦૦ ડોલર નક્કી કરવામાં આવી હતી. એટલે આજીવન સારવારનો અંદાજીત ખર્ચ $૪૦,૦૦૦ થી વધે તો તેમને PR નકારવામાં આવે.

નવા નિયમ હેઠળ નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અને સમય મર્યાદા ઘટાડવામાં આવી છે.
૧૦ વર્ષમાં સારવારનો ખર્ચ $૪૯,૦૦૦ કે તેનાથી ઓછો હોય તો પર્મનન્ટ રેસીડેન્સી નકારવામાં અહીં આવે.
ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના પ્રવક્તા એ જણાવ્યું છે કે જે પ્રક્રિયાથી લાંબા ગાળે થતો ખર્ચ નક્કી કરવામાં આવે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અને દર બે વર્ષે તેની ફૉર્મ્યૂલા અપડેટ કરવામાં આવશે.

અગાઉ આ રકમમાં  સરકાર તરફથી મળતા ડિસબિલિટિ પેન્શનની રકમ પણ ઉમેરવામાં આવતી હતી પરંતુ  પર્મનન્ટ રેસીડન્સી મળ્યા પછી પણ દસ વર્ષ સુધી માઈગ્રન્ટસ આ રકમના હક્કદાર જ નથી હોતા એટલે ડિસબિલિટિ પેન્શનની રકમ હવેથી ઉમેરવામાં નહી આવે.
Immi website
No announcement was made about the changes but the Department of Home Affairs updated the requirement details on its website. Source: immi.homeaffairs.gov.au
માઇગ્રેશન એજન્ટ જેન ગોથાર્ડ એ જણાવ્યું કે આ ફેરફારથી કાયમી અપંગતા ધરાવતા અરજદારો ઉપરાંત હેપેટાઇટીસ- બી , ડોઉંન સિન્ડ્રોમ અને સેરેબ્રલ પાલ્સીના રોગીઓને પણ મદદ મળશે

માઈગ્રેશનના હિમાયતીઓ ફેરફારોને આવકારે છે, પરંતુ સાથેજ જણાવે છે આજીવન સારવાર માટે ૪૯,૦૦૦ ડોલરની મર્યાદા બહુ ઓછી કહેવાય. ખાસ કરીને જયારે વાત એવા કુટુંબની હોય જેમના સંતાનો ઓસ્ટ્રેલિયામાં સરકારી શાળામાં શિક્ષણ મેળવવાના હોય.

એક વ્યક્તિની આજીવન સારવાર અને શિક્ષણ પાછળ થતો ખર્ચ બહુ સહેલાઈથી ૪૯,૦૦૦ ડોલરની મર્યાદા  વટાવી જાય છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share
2 min read

Published

Updated

By Maani Truu
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service