SKIP TO MAIN CONTENT

Gujarat announces Kala Mahakumbh to promote various art forms

ગુજરાત રાજ્યમાંના ગામડા, તાલુકા, નાના અને મોટા શહેરોમાંથી પ્રતિભાશાળી કલાકારોને શોધી પ્રોત્સાહન આપવા વાર્ષિક ઉત્સવ યોજવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

Indian musical instruments
Indian musical instruments Source: Wikimedia

1 min read

Published

Updated

By Bhaven Kachhi, Nital Desai



Skip to article content

ભૂતકાળમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિવિધ ક્ષેત્રે આગળ લાવી મોડેલ સ્ટેટ બનાવવાની મહત્વકાંશા સાથે અનેક ઉત્સાવો અને ઉજવણીઓની શરૂઆત કરી હતી. કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવે તેમના નેતૃત્વમાં શરૂ થયા હતા અને આજે પણ યોજાય છે.  એ જ પરંપરાને આગળ વધારતા હવે ગુજરાત સરકારે કલા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કલા મહાકુંભ પ્રતિવર્ષ યોજવાની  જાહેરાત કરી છે.

આ કલા મહાકુંભ નગરપાલિકા, મહાનગરપાલિકા ના વોર્ડ, સમૂહ ઝોન, પ્રાદેશિક અને જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજશે.

૧૦ વર્ષથી નીચેના , ૧૧ થી ૨૦ વર્ષની વયજૂથમાં અને ૨૧થી ઉપરના વર્ષના કલાકારો ઓપન કેટેગરી માં ભાગ લઇ શકશે.

કલા મહાકુંભ માટે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અમીટી પણ સ્થપાઈ છે.

કુલ ત્રણ વય જૂથમાં ૨૦ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરાશે.  

સુગમ સંગીત, ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકગીત, ગરબા, રાસ,  ભાતનાટ્યમ, કથ્થક,  લોકનૃત્ય, વાંસળી વદન, વાયોલિન, પખાવજ, હાર્મોનિયમ, ગિટાર, સિતાર, સ્કૂલ બેન્ડ અને એક પાત્રીય અભિનયની સ્પર્ધા સામેલ થશે.  

નોંધણી શરૂ કરવા રાજ્યની સ્કૂલ કોલેજોને જણાવી દેવાયું છે.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now