Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Gujarat assembly elections on 9th and 14th Dec 2017

ગુજરાત વિધાન સભાની ચુંટણી આગામી 9 અને 14 ડિસેમ્બરે

World's largest democracy votes one hundred percent on electronic machines
Indias unique electronic voting machines Source: Corbis News via Getty images

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 9 અને 14 ડીસેમ્બરે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટની ચૂંટણી બે તબ્બકામાં યોજાશે.. જેમાં પહેલા તબ્બકામાં 89 સીટ અને બીજા તબ્બકામાં 93 સીટ પર ચૂંટણી લડાશે.. બન્ને તબ્બકાનુ પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પહેલા તબ્બકા માં 89 સીટ માં કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના જીલ્લાઓની સીટ પર ચૂંટણી 9મી ડિસેમ્બરે યોજાશે. જ્યારે 14મી ડિસેમ્બરે 93 સીટની ચૂંટણી મધ્ય અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓની બેઠકો પર ચૂંટણી લડાશે..

મુખ્ય ચુંટણી કમિશ્નર  એ કે જોતીએ સમગ્ર ચુંટણી પ્રક્રિયા અને આચારસંહિતાની જે રૂપરેખા આપી તેની ઝલક:                  

  • 4.33 કરોડ તમામ મતદારોને મતદાન સ્લીપ આપવામાં આવશે , 7 દિવસ પહેલા મળશે સ્લીપ
  • મતદાનમાં એક કલાકનો સમય વધારવામાં આવશે 
  • ગુજરાતી ભાષામાં ગાઈડલાઈન્સ રજૂ કરવામાં આવશે
  • તમામ ચૂંટણીસભાઓની વીડિયોગ્રાફી થશે, બોર્ડર ચેકપોસ્ટ ઉપર CCTVથી નજર રાખવામાં આવશે 
  • 50,128 પોલીંગ બુથ હશે, દરેક વિધાનસભામાં મહિલા સંચાલિત એક મતદાન મથક - 102 બુથ ઉપર મહિલા પોલીંગ સ્ટાફ. 102 પોલીંગ બુથ પર તમામ અધીકારીઓ મહીલા રાખવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.. જેથી મહીલા મતદારોને કોઇ મુશ્કેલી ન પડે..
  • 18 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે
  • ચૂંટણી પંચ મોબાઈલ એપ લોન્ચ કરશે 
  • કોઈ પણ ઉમેદવાર 28 લાખનો ખર્ચો કરી શકશે - ટીવી, સિનેમા અને રેડિયોની જાહેરાત ઉપર રાખવામાં આવશે નજર

 


2 min read

Published

Updated

By Bhaven Kachhi



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now