SKIP TO MAIN CONTENT

"હું તેને સોમવારે મળી, બુધવારે અમારી સગાઇ થઇ અને શુક્રવારે તે અમેરિકા પરત થયો" : ઝારા

ઝારાના દાદીના અરેન્જ મેરેજ થયા હતા, તેની માતાના અરેન્જ મેરેજ થયા હતા- તેઓ ફક્ત એમ જ જાણતા હતા કે જો તેમના માટે અરેન્જ મેરેજ યોગ્ય સાબિત થયા છે, તો ઝારા માટે પણ થશે.

Bride
Source: Public domain

4 min read

Published

Updated

By Harita Mehta

Source: SBS Life



Skip to article content

ઝારા એક મુક્ત વાતાવરણમાં ઉછરેલ આધુનિક વિચારો ધરાવતી યુવતી હતી, તેણે સારામાં સારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, તેના પરિવારમાં તે પ્રથમ મહિલા હતી જે યુનિવર્સીટી કક્ષા સુધી પહોંચી હોય.  જિંદગી પ્રત્યે ઝારાની અપેક્ષા થોડી અલગ હતી - તેની ઇચ્છતી હતી કે પોતાની કારકિર્દી બનાવે, થોડો પ્રવાસ ખેડી લે, પછી લગ્ન અને સાંસારિક જવાબદારીઓ. પણ બધાની ઈચ્છાઓ થોડી પુરી થાય છે?  આવું જ  કંઈક ઝારા સાથે પણ બન્યું. કોલેજ અભ્યાસના થોડા મહિનાઓમાંજ તેના માતાપિતાએ ઝારાને  જણાવ્યું કે તેઓએ તેના માટે યોગ્ય મુરતિયો શોધવાની શરૂઆત કરી છે.

એક દિવસ ઝારાની માતાએ  તેને કહ્યું કે તેઓએ તેના માટે યોગ્ય જીવનસાથી શોધી લીધો છે, જે યુ. કે માં રહે છે. ઝારાએ  આ સાંભળ્યા  બાદ ફેસબુક, લિંક્ડઇન જેવી સાઇટ્સ પર તે છોકરા વિષે તપાસ કરી. પણ થોડા ફાસ્ટ કારના ફોટા અને થોડી વર્ક હિસ્ટ્રી સિવાય કઈ નક્કર માહિતી ન મળી. થોડી ગભરાયેલ ઝારા એ તેના માતા પિતાને જણાવ્યું કે તે કોઈ અજાણ્યા સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી.

ઝારાની માતા એ તેને જણાવ્યું કે," એક અઠવાડિયામાં તે છોકરો પોતાની બહેનના લગ્ન માટે અહીં આવી રહ્યો છે, ત્યારે મળી લેજે એને અને ત્યારબાદ તમારી સગાઇ કરી દેશું ."

ઝારાએ માતા પિતાએ શોધેલ યુવક સાથે બે ઘડી વાત કરી અને રડતા રડતા તેણે આ સંબંધ માટે પોતાની અસ્વીકૃતિ જણાવી.  પણ ઝારાની માતાએ તેને સમજાવી અને અંતે કહ્યું કે- તારી પાસે આ બાબતે કોઈ વિકલ્પ નથી.

ઝારાએ જેટલો વિરોધ કરવાની કોશિશ કરી તેટલોજ વિરોધ તેણીએ સહન કરવોપડ્યો , "શું સમજે છે પોતાને?  શું તું ભણેલી છે એટલે બહુ સારી છે? તું અભિમાની થઇ ગઈ છે વગેરે વગેરે "

સારી વાત એ થઇ કે ઝારાને યુ.કેમાં વસતા એક પારિવારિક મિત્રની મદદ મળી પેલા યુવક વિષે વધુ જાણકારી મેળવવા. તેઓ પાસેથી જાણવા મળ્યું કે પેલા યુવક પાસે યોગ્ય નોકરી - રોજગાર નથી અને તેનું ચરિત્ર પણ યોગ્ય નથી.  તેઓએ ઝારાની માતાને પણ આ વિગતો જણાવી, ઝારાના પિતાએ થોડા દિવસો બાદ આ પ્રસ્તાવને નકારવાનો નિર્ણય લીધો.

ઝારાને શાંતિ થઇ, તેની ફરી અભ્યાસ પૂર્ણ કરવામાં લાગી ગઈ.  ત્યાંજ થોડા મહિનામાં તેના માતાપિતા ફરી એક નવા લગ્ન પ્રસ્તાવ સાથે ઝારાને મળ્યા, આ વખતે પ્રસ્તાવ યુ. એસ ના યુવક તરફથી હતો.

યુવક ઝારાને જોવા આવ્યો અને તેણે ઝારાને તેના અભ્યાસ અને અભ્યાસ બાદના પ્લાન્સ અંગે પૂછ્યું, થોડો સંવાદ થયો.  બીજા જ દિવસે ઝારાના માતાપિતાએ આ સબંધની જાહેરાત કરી દીધી. એક જ અઠવાડિયામાં ઝારાની સગાઇ પણ થઇ ગઈ અને તે યુવક પરત અમેરિકા પણ પહોંચી ગયો.

મેં મારા માતાપિતા પાસે મને લગ્નથી બચાવી લેવા વિનંતી કરી, પણ તેઓએ દયા ન દાખવી

મારા માતાપિતા ત્રણ મહિનાની અંદર જ લગ્ન કરાવવા ઇચ્છતા હતા. ઝારાની લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા ન હતી,  લગ્ન કરવા કરતા આત્મહત્યા કરવાનું  ઝારાને સરળ લાગ્યું, ઝારા એ આ માટે ખુબ બધી પેનાડોલ ખાવાનું શરુ કર્યું. તેણીને થયું કે દિવસની 8-12 પેનાડોલ ખાઈને તેના લગ્ન પહેલા તે મૃત્યુ પામશે. પણ તેવું ન થયું.

તેણી ખુબ ઉદાસ હતી, માતાપિતા તરફથી પણ કોઈ જાતનો સહકાર નહોતો મળતો. ઝારાના દાદીના અરેન્જ મેરેજ થયા હતા, તેની  માતાના અરેન્જ મેરેજ થયા હતા- તેઓ  ફક્ત એમ જ જાણતા હતા કે જો તેમના માટે અરેન્જ મેરેજ યોગ્ય સાબિત થયા  છે, તો ઝારા  માટે પણ થશે.

ઝારા જણાવે છે કે, તેણીને તેના લગ્ન ખુબ ધૂંધળા યાદ છે, તેણીને ફક્ત યાદ છે કે તેણીએ નિકાહ પર સહી કરી હતી. અને હવે તેણી એક પરણિત  સ્ત્રી હતી.  ઝારાએ કોઈને છૂટાછેડા લેતા જોયા ન હતા અને જો તેણી છૂટાછેડાનું  પગલું ભારે તો "બદનામ મહિલા " તરીકે નામ ખરાબ થાય.

છૂટાછેડાનું પગલું ભારે તો "બદનામ મહિલા " તરીકે નામ ખરાબ થાય.

લગ્નના બે- ત્રણ દિવસ બાદ ઝારાનો  પતિ અમેરિકા પરત ગયો. ઝારાના વિસા મંજુર થતા તેનો પતિ તેને અમેરિકા લઇ ગયો. ઝારા એક અજાણ્યા વ્યક્તિ, તેના માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતી હોય તેવું અનુભવતી.

થોડો સમય નવા પરિવાર સાથે રહ્યા બાદ ઝારા જણાવે છે કે તેનો પતિ ખુબ સારો છે, તે રૂઢિવાદી નથી. તેણે ઝારાને અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરી, તેણે ઝારાને કહ્યું કે તે તેણીને ખુશ જોવા ઈચ્છે છે.  ઝારા કહે છે કે તેના સસરા પણ ખુબ નિખાલસ વ્યક્તિ છે, ઘણીવાર તેઓ પરિવાર માટે જમવાનું પણ બનાવે છે.  ઝારાની સાસુ એક એન્ટરપ્રેન્યોર છે, તેણી ઝારાને પોતાની આગવી ઓળખ બનાવવા મદદ અને પ્રોત્સાહન આપે છે. 

ઝારા જણાવે છે કે તેણી પોતાના પરિવારમાં, પોતાના પતિ સાથે ખુશ છે. એટલી ખુશ જેટલી તેણે લગ્ન પહેલા ધારણા નહોતી કરી- પણ તેણી તેના માતાપિતાનો આભાર માનવા તૈયાર નથી.  તેણીના મતે જો તેઓ એટલાજ સચોટ હોત તો પહેલા આવેલ પ્રસ્તાવને  તરત જ નકારી દીધો હોત.

ઝારા ભૂતકાળ ભૂલીને, વર્તમાનમાં ખુશ છે, પણ આ પ્રકારે બળજબરી પૂર્વક કરાવવામાં આવતા લગ્ન અને તેના કારણે ખોટા જીવનસાથી સાથે ફસાઈ જતી મહિલાઓ માટે દુઃખ અનુભવે છે. તેમાંની એક તેની નાની બહેન પણ છે.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now