SKIP TO MAIN CONTENT

Historic midnight session to launch GST in India

GSTના અમલ માટે ભારતની સંસદમાં ઐતિહાસિક મધ્યરાત્રિ સત્ર

Illuminated parliament house at New Delhi, India.
The parliament house building is lit up on eve of Republic day in New Delhi. Source: Getty Images

2 min read

Published

Updated

By Bhaven Kachhi, Nital Desai



Skip to article content

આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે અગિયાર વાગે સંસદમાં ઐતિહાસિક બેઠક મળશે, જેમાં આઝાદ ભારતના સૌથી મહત્વના અને દેશની આર્થિક પ્રગતિની દિશા બદલી શકે તેવા ટેક્સ રિફોર્મ માનતા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પર મંજૂરીની મહોર લગાવવામાં આવશે.  સરકારે આ બેઠકનું રિહર્સલ પણ યોજ્યું હતું.  

ભારતમાં આ અગાઉ માત્ર ત્રણ વાર મધરાતે સંસદની બેઠક યોજાઈ છે.

  • પ્રથમ વખત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ને રોજ ભારત આઝાદ થયું ત્યારે, તે પછી
  • આઝાદીની રજત જયંતિ નિમિત્તે ૧૯૭૨માં અને
  • સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ  નિમિત્તે ૧૯૯૭ માં. 

હવે GSTના અમલની જાહેરાત માટે મધ્યરાત્રિ સત્ર બોલાવવામાં આવ્યું છે તેના પર થી આ દેશ માટે ખુબ મહત્વકાંશી પગલું છે તેમ કહી શકાય. 

જો કે GST વિષે હજુ ભારે અપષ્ટતા પ્રવર્તી રહી છે તેથી કેન્દ્ર સરકારે ભારતની તમામ ભાષાના મહત્વના અખબારોમાં તેની માહિતી સાથે આખા પાનાની જાહેરાત આપવી પડી છે.  તેની વિશ્લેષણાતમ્ક સમજ આપવા મોટા શહેરોમાં  ટેક્સ નિષ્ણાતો દ્વારા પ્રવચનો અને સેમિનાર પણ યોજાયા છે.

તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓના જૂથ પાડીને તેમાં અલગ અલગ ટકાવારી ધરાવતી ટેક્સ વ્યવસ્થા અમલ માં આવી રહી છે એટલે ગ્રાહકો અને વ્યાપારીઓ માટે GSTની શરૂઆત થોડી જટિલ બનશે તેવું સ્પષ્ટ જણાય છે. નાના અને માધ્યમ વ્યાપારીઓને તેના અમલની પદ્ધતિમાં હાલાકી અને ખોટ જણાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આને કારણે વ્યાપારીઓ દ્વારા હડતાળ અને વિરોધ પ્રદર્શનો યોજાયા છે. 

દેશનો આવો મિજાજ પારખીને કોંગ્રેસ, ત્રિણમૂલ કોંગ્રેસ , સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ જેવા મુખ્ય વિરોધ પક્ષોએ મધ્યરાત્રી સંસદની બેઠકમાં હાજર નહિ રહેવાનો નિર્ણય લીધો છે.  સોનિયા ગાંધી, મમતા બેનર્જી , માયાવતી અને યેચુરી જેવા નેતાઓને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને નાણાં પ્રધાન સાથે સંસદમાં બેસવાનું આમંત્રણ છે, પરંતુ આ નેતાઓએ આજે સંસદની બેઠકનો બહિષ્કાર જાહેર કર્યો છે.  તેમનું કહેવું છે કે GST નો અમલ થવો જોઈએ, પણ જયારે દેશ અને સિસ્ટમ્સ તૈયાર નથી ત્યારે ઉતાવળે અમલ માં લાવવાની જીદ કેન્દ્ર સરકારે ન કરવી જોઈએ. 

કેન્દ્ર સરકાર GSTના અમલ માટે મક્કમ છે અને રાત્રે બાર વાગે નાણાંમંત્રી સંસદમાં સ્ટોક એક્સચેન્જના પ્રારંભની જેમ ઘંટ વગાડીને GSTના અમલને જાહેર માં મુકશે.  


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now