ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓની ગ્રીન પહેલ

ગુજરાતમાં પર્યાવરણના જતન માટે બેટરી ઓપરેટેડ વેહિકલ સબસીડી યોજના મારફતે લગભગ 4000 વિદ્યાર્થીઓ બેટરી ઓપરેટેડ કે ઇ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ નવો માર્ગ ચીંધી રહ્યા છે.

Representative image

Representative image Source: Flickr/UCLA Transportation CC BY 2.0

ગુજરાત રાજ્ય વડે  પર્યાવરણના જતન માટે બેટરી વડે ચાલતા વાહનોના ઉપયોગ   કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી રહી છે.  જેમની એક યોજના ધોરણ 9થી 12ના  વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી વર્ષ 2016માં અમલમાં મુકવામાં આવી હતી જેનો લાભ 4000 થી વધુ લોકોએ લીધો છે.  

બેટરી ઓપરેટેડ વેહિકલ સબસીડી  યોજના હેઠળ  ઈ બાઈક ખરીદવા ઇચ્છતા વિદ્યાર્થીને  રૂપિયા 10,000ની રાહત આપવામાં આવે છે. સામાન્યરીતે ઈ - બાઈક ની કિંમત રૂપિયા 30,000 થી 35,000 જેટલી છે.  આ યોજનાને મળતા પ્રતિભાવને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજનાને  કોલેજના વિદ્યાર્થીઓ અને કાર માટે પણ ઉપલબ્ધ કરાવવાનું વિચારી રહી છે.

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના જણાવ્યા અનુસાર ઈ બાઈક પેટ્રોલનો વપરાશ ઘટાડવાની સાથે સાથે, અવાજ પ્રદુષણ   પણ  ઓછું કરે છે.  આ ઉપરાંત આ વાહનને  રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી. આથી વિદ્યાર્થીઓમાં ઈ બાઈક ચાહના મેળવી રહી છે.  સંસ્થાના નાયબ ડિરેક્ટર એસ બી પાટીલે સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે, " વર્ષ 2018-2019 સુધીમાં લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રકારના બેટરી વડે ચાલતા વાહનોનો  ઉપયોગ કરે તેવું સંસ્થાનું લક્ષ છે."  

અહીં એ પણ  નોંધવું રહ્યું કે ઓટો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રતિષ્ઠિત કમ્પનીઓ  વડે ઓટો મેનુફેક્ચરિંગ માટે રૂપિયા 5,000 કરોડનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા મોટર્સ દ્વારા ગુજરાતના સાણંદ ખાતે આવેલા પ્લાન્ટમાં 10,000 ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવામાં આવશે.
E CAR
Representative image Source: Public Domain
આ પ્રકારની એક પહેલ  ઓસ્ટ્રેલિયા ખાતે ક્લીન એનર્જી ફાઇનાન્સ કોર્પોરેશન વડે કરવામાં આવી છે જેથી લોકોને ઇલેક્ટ્રિક કારના વપરાશમાટે સસ્તી લોન આપી પ્રોત્સાહિત કરી શકાય.

CEFC ના મુખ્ય કાર્યકારી અધિકારી ઇયાન લિમનથે જણાવ્યું કે,  સસ્ટેઈનેબલ સીટી ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ હેઠળ કાર્બન ઉત્સર્જનને ઘટાડવું ખુબ મહત્વનું છે.  ઓસ્ટ્રેલિયામાં  કાર્બન અને ગ્રીન હાઉસ ગેસ એમિશન માટે પરિવહન ક્ષેત્ર પણ  મહત્વની ભૂમિકા ભજવી શકે, લગભગ 16 ટકા જેટલું પ્રદુષણ ઓછું કરી શકાય  છે.  એક પ્રસ્તાવ મુજબ ઇલેક્ટ્રિક કારની લોનમાં 0.7 ટકાની છૂટ આપવામાં આવશે. જેની જાહેરાત યોગ્ય સમયે  સરકાર દ્વારા કરવામાં આવશે

ઓસ્ટ્રેલિયામાં આ પહેલને સફળ બનાવવા વિવિધ લોન આપનાર સંસ્થાઓ અને બેંકો પ્રયત્નશીલ છે.


Share
2 min read

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service