ભારતીય સરકાર નોન રેસીડેન્ટ ઇન્ડિયન્સ (NRI) એટલે કે બિન-નિવાસી ભારતીયને હવે 180 દિવસ સુધી રાહ જોયા વિના જ આધાર કાર્ડ આપવા અંગે વિચારી રહી છે.
ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના પ્રથમ બજેટમાં સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય સરકાર બિન-નિવાસી ભારતીયોને 180 દિવસ સુધી ઇંતેજાર કર્યા વિના જ આધાર કાર્ડ આપવા અંગે વિચારણા કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, બિન-નિવાસી ભારતીયો જ્યારે ભારત આવે ત્યારે તેમને 180 દિવસ સુધી રાહ જોયા વિના જ આધાર કાર્ડ માટે અરજી કરી શકે તે બાબત અંગે સરકાર વિચારણા કરી રહી છે.
આધાર કાર્ડ એ એક પ્રકારનું ઓળખપત્ર છે જેમાં બાયોમેટ્રીક ડેટાના આધારે 12 આંકડાનો નંબર હોય સેટ કર્યો હોય છે.
વર્તમાન નિયમ પ્રમાણે, દરેક ભારતીય નાગરિક તેમના ઘરના સરનામા અને ભૌગોલિક માહિતી આપીને આધાર કાર્ડ માટે અરજી કરી શકે છે.
આધાર કાર્ડના નવા નિયમ પ્રમાણે, જે બિન-નિવાસી ભારતીય છેલ્લા 12 મહિનામાં ભારતમાં 182 કે તેથી વધારે દિવસ સુધી વસવાટ કરી રહ્યા છે તે જ આધાર કાર્ડ માટે અરજી કરવાની માન્યતા ધરાવે છે.
પરંતુ, હવે ભારત સરકાર તે નિયમ બદલવા અંગે વિચારી રહી છે.
નવો નિયમ અમલમાં આવશે તો નાણાકીય વ્યવહારો અને ઇન્કમટેક્સ રીટર્ન્સ ભરવામાં સરળતા પડે તેવી શક્યતા છે.
આધાર કાર્ડ કેવી રીતે મેળવી શકાય
- આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ અને તમારા નજીકના કેન્દ્રની માહિતી મેળવો
- એપોઇનમેન્ટ નક્કી કરો અથવા સેન્ટરની રૂબરૂ મુલાકાત લો
- ઘરના સરનામા, જન્મનો દાખલો, પાન કાર્ડ ઉપરાંત, આધાર કાર્ડનું ફોર્મ પણ સાથે લઇ જાઓ. તમામ દસ્તાવેજોની કેન્દ્ર પર જરૂર પડશે.
- કેન્દ્ર પરના અધિકારી તમારી ફીન્ગરપ્રીન્ટ સ્કેન કરશે અને તમારી અન્ય માહિતી નોંધશે.
- ત્યાર બાદ અધિકારી એક રસીદ આપશે. તેના પર લખેલા નંબરથી આધાર કાર્ડને ટ્રેક કરી શકાશે.