India introduces hefty fines for breaking driving rules

ભારતમાં લાગૂ કરવામાં આવેલા નવા સુધારા પ્રમાણે વાહન ચાલકોએ હવે વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા જેવા રાજ્યોમાં ફટકારવામાં આવતા દંડ જેટલી રકમ ભરવી પડી શકે છે.

Traffic offenders in Delhi had to pay hefty fines for violating road rules.

Traffic offenders in Delhi had to pay hefty fines for violating road rules. Source: Getty Images

1લી સપ્ટેમબર 2019થી ભારતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જંગી દંડ ભરવા અંગેનો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.

તેથી હવે, ભારતમાં વાહન ચાલકોએ વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા જેવા રાજ્યોમાં ફટકારવામાં આવતા દંડ જેટલી રકમ ભરવી પડી શકે છે. ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરિયા રાજ્યમાં આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન બાંધવો, ઇમરજન્સી વાહનો કે ટ્રામ, પોલીસની વાનને સાઇડ ન આપવા બદલ જંગી દંડ ફટકારવામાં આવે છે. 

ભારતમાં પણ હવે આ ટ્રાફિકને લગતા આ પ્રકારના ગુના કરવા બદલ વાહનચાલકોને ભારે રકમ ભરવી પડી શકે છે. 

હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, આલ્કોહોલના સેવન સાથે ડ્રાઇવિંગ, હેલ્મેટ વિના વાહન ચલાવવા, ઇમરજન્સી વાહનને યોગ્ય જગ્યા ન આપવા બદલ, લાઇસન્સ વિના વાહન ચલાવવા જેવા ગુનાઓ બદલ હવે વાહન ચાલકોએ ભારે દંડ ભરવો પડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં ભરવી પડતી દંડની રકમ (આશરે ડોલરમાં)

Fines
Source: Supplied
આ ઉપરાંત, 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતી વખતે કોઇ પણ પ્રકારના ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેમના માતા-પિતાને 25000 રૂપિયા જેટલો દંડ અને ત્રણ મહિના સુધીની જેલની સજા થઇ શકે છે.

વિવિધ રાજ્યોએ નિયમ લાગૂ કર્યો નથી

ભારતમાં ડ્રાઇવિંગના નિયમોના ઉલ્લંઘન બદલ લાગૂ કરવામાં આવેલા જંગી દંડની પ્રક્રિયાને કેટલાક રાજ્યોએ લાગૂ કરી નથી. વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવેલા અહેવાલોના જણાવ્યા પ્રમાણે, પંજાબ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાને હજી સુધી આ નિયમ લાગૂ કર્યો નથી.

આ ઉપરાંત ગુજરાતે પણ નવો નિયમ લાગૂ કરવો સંભવ ન હોવાનું કારણ દર્શાવ્યું હતું અને કોઇ પણ સુધારો રીજનલ ટ્રાન્સપોર્ટેશન ઓફિસની સલાહ બાદ જ લાગૂ કરવાનું નિવદેન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ લોકસભામાં મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 63 જેટલા સુધારાઓ કરવામાં આવ્યા છે અને દિલ્હી સહિતના વિવિધ રાજ્યોમાં આ નવા સુધારાનો રવિવાર 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરાયો છે.

Share

2 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service