ઇન્ડિયન નેવીની છ સાહસિક યુવતીઓએ "તારિણી" નામના નાનકડા ક્રુઝ સેઈલિંગ શિપમાં નાવિક સાગર પરિક્રમા અંતર્ગત વિશ્વ પ્રવાસનો પ્રારંભ કર્યો છે.૧૦ સપ્ટેમ્બરના રોજ ગોવાથી શરુ થયેલી આ સફરનો પહેલો પડાવ ૨૩ ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં પહોંચ્યો છે. ૪૩ દિવસના સાહસની વાતો ભારે રસપ્રદ છે. ભારતીય નેવીના ઇતિહાસમાં આ પ્રથમ પ્રયાસ છે.

Amit Mehta with Indian Navy's Tarini crew members in Perth Source: Amit Mehta
ભારતીય નેવીના ઇતિહાસનો પ્રથમ પ્રયાસ છે, તારિણી
અનેક સાહિત્ય કૃતિઓમાં નારીશક્તિ અને વુમન empowermentની વાતોથી આપણે પરિચિત છીએ પરંતુ આ હકીકત તેનાથીય વધુ ગર્વનો અનુભવ કરાવે છે.
ઇન્ડિયન નેવીના Lt .commandant વરતિકા જોશીની આગેવાની હેઠળ Lt .Commanders પ્રતિભા જામવાલ,પી.સ્વાથી,એસ વિજયાદેવી,બી ઐશ્વર્યા અને પાયલ ગુપ્તાએ પર્થમાં તેમના પ્રવાસની વિગતો જણાવી હતી.
'Make In India'ના શોકેસ સમાન છે તારિણી
'Make In India'ના શોકેસ સમાન છે તારિણી નામની આ શિપ. લોકલ લાકડા અને ફાઇબરગ્લાસની સેન્ડવીચથી બનેલ તારિણી માત્ર ૫૬ ફૂટની લંબાઈ ,૨૫ મિટરની ઊંચાઈ અને ૬ સેઇલ ધરાવે છે.

Indian Navy all women crew to sail around the world Source: Tarini Team
પર્થમાં ખાતેની મુલાકાત દરમ્યાન મહિલા નાવિકોએ જણાવ્યું હતું એ કે આ સાહસ નૌકાદળ તથા ભારત સરકારના સહયોગથી શક્ય બન્યું છે , આપણા ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ઉત્સાહથી શક્ય બન્યું છે.
આ પ્રસંગે પર્થના કોન્સ્યુલેટ જર્નલ અમિત મિશ્રાએ જણાવ્યું હતું કે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ તથા ફોરેન મિનિસ્ટર મહિલા છે અને ત્યારેજ મહિલા નાવિકોનું આ સાહસ પાર પડી રહ્યું છે એ નોંધ લેવા યોગ્ય છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ તથા ફોરેન મિનિસ્ટર મહિલા છે અને ત્યારેજ મહિલા નાવિકોનું આ સાહસ પાર પડી રહ્યું છે.
તારિણીની ટિમએ તેમના અનુભવોમાં જણાવ્યું હતું કે દરિયો તો unpredictable છે પણ અમે પ્રેશરને હાવી થવા દીધું નથી. સમય આવે ઉજવણીઓ પણ કરતા રહીયે છીએ. તેમણે દરિયા વચ્ચે ઘઉંના લોટના દિવા બનાવી, સૂર્ય પ્રકાશ તથા ઓવેનમાં સુકવી રાત્રે દિવા કરી ને દિવાળી ઉજવી હતી. ભારતના વડાપ્રધાન અમને દિવાળીની શુભકામનાઓ આપવાના હતા પણ વેધર સારું નહોતું અને અમાસની રાતે અંધારું હોય છે એટલે અમે ચિંતામાં હતા ત્યાંજ શ્રી નરેન્દ્ર મોદીનો અંદાજેલ સમય કરતા વહેલો ફોન આવ્યો અને અમને સરપ્રાઈઝ મળી અમે તૈયાર પણ નહોતા થયા પણ વાત કરી અને પછી દરિયા વચ્ચે અમે છ જણએ દિવાળી ઉજવી.
લોટના દિવા બનાવી મધદરિયે ઉજવી દિવાળી

Indian Navy's all women group to sail around the world Source: Tarini Team
ભારતીય નૌકાદળની તારિણી ટીમે એકી અવાજે કહ્યું હતું કે અહીં ઓસ્ટ્રેલિયામાં અમને એટલો આવકાર મળ્યો છે કે ઘર મિસ કરવાનું ભૂલી ગયા !