International students looking to study at Australian universities may face higher English language entry requirements

સ્ટુડન્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસની કેન્દ્રીય સરકાર સમક્ષ માંગ.

English Language Testing System exam

English Language Testing System exam Source: Getty Images

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ઘટતા જતા અંગ્રેજીના સ્તરને ઉંચું લાવવા માટે કેન્દ્રીય સરકારને કેટલાક જરૂરી ફેરફાર કરવા માટે માંગ કરાઇ છે. 

વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે વિક્ટોરિયન નેશનલ ટેરીટરી એજ્યુકેશન યુનિયન (NTEU) સમક્ષ માંગ કરી છે કે મોરિસન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાનું સ્તર ઉંચુ કરવાની દિશામાં પગલાં લેવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા વર્તમાન જરૂરિયાત

હાલમાં, જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્સાસ કરવા માંગતા હોય તેમણે IELTS માં કુલ 9 બેન્ડ્સમાંથી ઓછામાં ઓછા 5.5 બેન્ડ્સ લાવવા જરૂરી છે.
English language multiple choice test
English language multiple choice test. Source: Getty Images
મોટાભાગની યુનિવર્સિટીસ અત્યારે 9માંથી 6 કે 7 બેન્ડ્સ માંગે છે પરંતુ સરકાર 4.5 બેન્ડ્સ લાવનાર વિદ્યાર્થીઓને પણ વિસા આપે છે. તેમણે ફક્ત અહીં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ શરૂ થાય તે પહેલા 20 અઠવાડિયાનો અંગ્રેજીનો અભ્યાસ કરવો પડે છે.

જે વિદ્યાર્થીઓ આ કોર્સ પાસ કરી દે છે તેમણે ફરીથી અંગ્રેજીની પરીક્ષા આપવાની જરૂર નથી પડતી.

સરકાર સમક્ષ અંગ્રેજીનું સ્તર ઉંચું કરવા માંગ

વિક્ટોરિયાના હાયર એજ્યુકેશનના એક્ટીંગ મિનિસ્ટર, જેમ્સ મેર્લીનોના માનવા પ્રમાણે વર્તમાન નીતિ વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષાની ક્ષમતા પર અસર કરે છે. 

"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિક્ટોરિયન એજ્યુકેશન વ્યવસ્થાના મહત્વના ભાગ સમાન છે. કેટલાક વિદ્યાર્થીઓ આ કોર્સમાં દાખલ થાય છે પરંતુ તે કોર્સ કરવા માટે તેમની પાસે યોગ્ય ક્ષમતા હોતી નથી."

તેથી, સરકારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા અગાઉ તેમનામાં અંગ્રેજીનું સ્તર ઉંચું થાય તેવા પગલા લેવાની જરૂર છે.

યુનિવર્સિટીની જવાબદારી

કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર ડેન તિહાન આ અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનું યોગ્ય જ્ઞાન હોય તે ચકાસવું જે-તે યુનિવર્સિટીની જવાબદારી છે.
International students looking to study at Australian universities may face higher English language entry requirements
International students looking to study at Australian universities may face higher English language entry requirements. Source: AAP Image/Paul Miller
"ઓસ્ટ્રેલિયન હાયર એજ્યુકેશનની ગુણવત્તા અહીં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યાથી માપી શકાય છે. ઓસ્ટ્રલિયા આ વર્ષે યુનાઇટેડ કિંગડમને પણ પાછળ પાડીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો બીજો સૌથી લોકપ્રિય દેશ બની જશે."

"વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું યોગ્ય જ્ઞાન હોય તે જે-તે યુનિવર્સિટીની જવાબદારી છે. તેમણે હાયર એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ફ્રેમવર્ક 2015 અનુસાર ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે," તેમ કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર ડેન તિહાને ઉમેર્યું હતું.
International students in Australia
Tertiary students at the University of Melbourne in Melbourne, Wednesday, May 8, 2012. (AAP Image/Julian Smith) NO ARCHIVING Source: AAP

વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ કરે

ઇન્ટરનેશનલ એજ્યુકેશન એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સિક્યુટીવ ફિલ હનીવુડે વિદ્યાર્થીઓને જાતે જ અંગ્રેજીનું સ્તર સુધારવા સલાહ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીએ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અગાઉથી જ ઉંચુ સ્તર નક્કી કરેલું છે. પરંતુ, વિદ્યાર્થીઓ અંગ્રેજીનો મહત્તમ ઉપયોગ કરતા નથી.

તેમના જણાવ્યા મુજબ, કોઇ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જ્યારે ઓસ્ટ્રેલિયા આવે છે ત્યારે પોતાના જ સમાજના વિદ્યાર્થીઓ સાથે રહે છે અને ત્યાં તેઓ અંગ્રેજી બોલવાને બદલે પોતાની માતૃભાષા જ બોલે છે. તેથી, તેમની અંગ્રેજી બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.  

"વિદ્યાર્થીઓએ વધુમાં વધુ અંગ્રેજીનો ઉપયોગ કરીને ભાષાનું સ્તર ઉંચું લાવવું જોઇએ." તેમ ફિલ હનીવુડે ઉમેર્યું હતું.

Share
2 min read

Published

Updated

By Tara Cosoleto
Presented by Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
International students looking to study at Australian universities may face higher English language entry requirements | SBS Gujarati