ઉનાળાની ઋતુ શરુ થતાંજ હીટવેવ ને લગતી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. શુક્રવારે અને ત્યારબાદના દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. જેમાં દક્ષિણ કવીન્સલેન્ડ અને ઉત્તર ન્યુ સાઉથ વેલ્સ રાજ્યના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
તો ચાલો આ હીટવેવ અંગે જાણીએ:
હીટવેવ એટલે શું?
હીટવેવનો અર્થ ગરમ વાતાવરણ પૂરતો સીમિત નથી.
જયારે કોઇ સ્થળ કે પ્રદેશનું તાપમાન ત્રણ કે વધુ દિવસ સુધી મહત્તમથી વધુ અને લઘુત્તમથી વધુ રહે તેવા અસામાન્ય વાતાવરણને મોસમ વિભાગ વડે હિટવેવ કહેવામાં આવે છે.
આ તાપમાનની ગણતરી જે- તે સ્થળના છેલ્લા એક મહિના ના તાપમાન અને આવનાર ત્રણ કે વધુ દિવસના તાપમાનની સંભાવનાની સરખામણી કરીને કરવામાં આવે છે.
જયારે તાપમાનનો પારો સામાન્ય તાપમાનથી વધુ નીચે ઉતરે ત્યારે હીટવેવ સમાપ્ત થઇ ગણાય છે.
હીટવેવ કેટલી ઘાતક હોઈ શકે?
મોસમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 200 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં હીટવેવ થી થયેલ મૃત્યુ અન્ય કોઈપણ કુદરતી આપદાથી થયેલ મૃત્યુ કરતા વધારે છે.
કવીન્સલેન્ડ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે આપના શરીરનું તાપમાન 36.1ડિગ્રી અને 37.8 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. જો આ શરીરના તાપમાનમાં ફેરફાર થાય તો ગરમી સંબંધી બીમારીઓ થઇ શકે છે.
હીટવેવ દરમિયાન કોને સંભવિત જોખમ છે?
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ હીટવેવ દરમિયાન દરેક વ્યક્તિએ ખુબ ધ્યાન રાખવી. આમ છતાંય નીચે જણાવેલ લોકો - સમુદાયોને આ પરિસ્થિતિથી વધુ સંભાળવું:
- એકલા રહેતા વૃધ્ધો
- નાના બાળકો - તેઓને સામાન્ય રીતે ઓછો પરસેવો થાય છે આથી તેમના શરીરના તાપમાનમાં મોટાપાયે ફેરફાર થઇ શકે છે.
- ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરતી માતાઓ
- ડાયાબિટીસ, કિડની કે માનસિક બીમારી ધરાવતા લોકો કે અન્ય ખાસ પ્રકારની તબીબી પરિસ્થિતિ ધરાવતા લોકો.
- ખાસ પ્રકારની દવા લેતા લોકો - બ્લડ પ્રેશર , એલર્જીની દવા લેનાર, એન્ટી ડિપ્રેશનની દવા લેનાર, હૃયરોગનીની દવા લેનાર, કોઈપણ સંજોગોમાં ડોકટરના સંપર્કમાં રહેવું
- ડ્રગ્સ અને દારૂના વ્યસની
- હલનચલન કરવા અસમર્થ લોકો
- શારીરિક શ્રમ કરનાર
હીટવેવથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ખુબ પાણી પીવું
હીટવેવ પહેલા અને પછી શું કરવું?
- હાઈડ્રેટેડ રહો : દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું. કેફીન અને આલ્કોહોલથી બચવું .
- હળવા કપડાં પહેરવા :હળવા કપડાથી શરીરને જરૂરી હવા મળી રહેશે અને શરીરનું તાપમાન સચવાશે.
- પરિવારજનો -મિત્રો - પાડોશીઓના સંપર્કમાં રહો : એકબીજાના સંપર્કમાં રહેવાથી મેડિકલ ઇમર્જન્સીને તરતજ સંબોધી શકાય અને મદદ મેળવી શકાય .
- તાપથી દૂર રહો : સીધા સૂર્યપ્રકાશને બની શકે તેટલું ટાળો. ચશ્મા , સનસ્ક્રીન , ટોપી જેવી વસ્તુઓ સાથે જ ઘરની બહાર નીકળવું.
- ઘરને તૈયાર રાખો : પડદા, બ્લાઇંડ્સ અને પંખા વડે ઘરનું તાપમાન મેઈન્ટેઈન કરો. જરૂર પડે એર કન્ડિશન ની મદદ લ્યો. જો આપને ત્યાં પાલતુ પશુ - પક્ષી હોય તો તેમને પણ ગરમીથી જરૂરી રક્ષણ આપો.
- કોઈપણ સમયે નાના બાળકો - પાલતુ પશુ -પક્ષીને પાર્ક કરેલ ગાડીમાં બંધ કરીને ન રાખો.
Share

