SKIP TO MAIN CONTENT

કોમનવેલ્થ રમતોમાં ભારતની ઐતિહાસિક વિજય કૂચ

ભારતે મેડલ ટેબલમાં ૧૦ ગોલ્ડ, ૪ સિલ્વર, ૫ બ્રોન્ઝ સાથે ત્રીજું સ્થાન મેળવી લીધું છે.

Indian Table Tennis Team
Source: Sathiyan Gnanasekaran Facebook

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સના પાંચમાં દિવસે ભારતીય એથ્લિટ્સની 'ગોલ્ડન' કૂચ જારી રહી છે. સોમવારે ભારત શૂટિંગ, બેડમિન્ટનની મિક્સ ટીમ ઇવેન્ટ અને ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં એમ કુલ ૩ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે છઠ્ઠા દિવસે શૂટિંગમાં એક સિલ્વર, બે બ્રોન્ઝ અને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર પણ જીત્યા હતા. ભારત રવિવારે પણ ત્રણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે મેડલ ટેબલમાં ૧૦ ગોલ્ડ, ૪ સિલ્વર, ૫ બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે.

મહિલા ટેબલ ટેનિસની ફાઇનલમાં ભારતે સિંગાપોરને 3-1થી હાર આપી છે.  2002થી સતત જીતતી આવેલ સિંગાપોરની સામે જીત મેળવવી એક ગૌરવપૂર્ણ ઘટના છે. ટેબલ ટેનિસ રમતોમાં મનિકા બત્રાનું પ્રદર્શન આગવું રહ્યું હતું.

ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમની સફળતા બાદ તરત જ ભારતીય ટેબલ ટેનિસ પુરુષોની ટીમે ભારતને ગોલ્ડ અપાવ્યો. જેમાં  સુરતના પ્રતિભાશાળી ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઇએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. મેન્સ ડબલ્સની ફાઇનલમાં હરમીત દેસાઇ -સથિયન જ્ઞાાનશેખરને નાઇજીરિયાના એબિઓદિન-ઓમાટાયો સામે ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી વિજય મેળવીને ભારતને સરસાઇ અપાવી હતી.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now