Mansai na Diva-Reforming criminality with humanity

With global attempts at changing mindset of terrorists and would-be terroists to counter terrorism, here is the story of Shri Ravishankar Maharaj who reformed hard-core criminals with his humanitarian approach and he achieved it with limited resources.

Granth ni Olakh

Source: Amit Mehta

"એય માલિક તેરે બંદે હમ " જે ફિલ્મનું ગીત છે તે- દો આંખે બારહ હાથ , કર્મા અને ચાઇનાટાઉન જેવા બોલિવૂડ મુવી પોપ્યુલર છે. કેટલાય  બોલિવૂડ- હોલીવુડ મુવીમાં એક સમયના અસામાજિક તત્વો કે ગુંડા ગણાતા લોકોને કોઈ એક વ્યક્તિએ એમની હ્યુમાનિટી પર ભરોસો રાખી નખશીખ સજ્જન જ નહિ પણ માનવતાના કર્યો કરાવ્યા છે.આવી વાતો કાલ્પનિક લાગે પણ હકીકત માં બનેલી છે. ઝવેરચંદ મેઘાણીની ગુજરાતી માં  લખાયેલ "માણસાઈના દિવા"  -  ઈંગ્લીશ માં Eathern Lamp,  આવી જ એક નવલકથા-બોધ કથા છે.

માણસાઈના દિવા સંસ્કૃતિ સુધાર નું precious document છે.આપણે માણસની કેટેગરી નક્કી કરતા હોય ત્યારે સારા કે ખરાબ, એમ બે માંથી એક ખાનાંમાં નાખીયે છીએ - પણ એવું છે ખરું? જીવનના આદર્શ- ઋષિઓ, રાજકારણીઓ ને જુનવાણી વિચાર સામે લડત આપતા સુધારાવાદીઓ ઘડે છે. Uncivilised કે ઢંગધડા વગરની જેહાદ ચલાવતા બહારવટિયા પોતાની રીતે આદર્શ ઘડે છે. હાલમાં તો જેહાદી પ્રવુતિએ ગ્લોબલી ધ્યાન  ખેંચ્યું છે ત્યારે આપણા ગુજરાતની "માણસાઈના દિવા"ની વાત જાણીયે.

૧૯૨૦ થી ૧૯૪૭ ના સમય માં મધ્ય ગુજરાત( અમદવાદ  થી વડોદરા વચ્ચેનો  એક વિસ્તાર)  મહી અને વાત્રક નદીના વિસ્તારમાં ભારતની સ્વતંત્રતા પહેલાના સમય માં બહારવટિયાઓનો ત્રાસ  હતો. આ કોતરો એટલે, ધોળા  દિવસે પણ માણસ ત્યાં જતા ગભરાય. ત્યાં બાબર દેવા,નામદારીયા અને ડાહ્યાભાઈ ફોઝદારની ભયાનક  લૂંટારુ ટોળકીઓ  (ગેંગ) હતી.

એવા ખૂંખાર બહારવટિયા હતા કે એક વ્યક્તિને ઝાડ સાથે બાંધી છાતીમાં ખીલ ઠોકી જડી દઈ ઉપર થી બે નળી બંદૂક થી બુલેટ મરતા.ધારિયાના એકજ ઘા થી કોઈના શરીરના બે ટુકડા કરતા. ગોરેલ માં ભગતે એક માણસના ઘર માં જઈ તલવાર ઘોચી ,ઢસડતા ગામ માં લાવી ખુલ્લે આમ શૂટ કર્યો હતો. રાતે દુકાન માંથી તેલના ડબ્બા ચોરવા...એતો તેમનું રૂટિન કામ ગણાતું.

જેલમાં જાય ત્યારે સાત-સાત વર્ષ સુધી શરીર પણ માંડ સમાઈ શકે તેવી અંધારી ઓરડી માં રહે,  સૂર્ય પ્રકાશના મળે.... ડોક્ટરના આદેશ વગર તેમને ખાવાનું પણ ના મળે. ભૂખથી  બેભાન થાય ત્યાં સુધી ખાવાનું ના મળે. માનસિક રીતે એટલા સ્ટ્રોંગ કે ડંડા, બેડી, તાટ કપડાંની સજા પછી પણ  નહિ સુધારવાનું કે ના જેલમાં નિયમ મુજબ કોઈ કામ કરવા તૈયાર થાય.

મોતી,ગોકર ,બાબર દેવા, શનિયો કાળું, જેવા અનેક પાત્રો... 

મહેમદાવાદ ,રાસ,ગોરેલ ,બોચાસણ, ઝારોલા જેવા અનેક ગામોના નામ અનેક વૃધ્ધ વડીલોને  આજે પણ યાદ હશે.  

આવા માણસોને રવિશંકર મહારાજે કોઈ પણ જાતની ધાક ધમકી વગર, કે લાલચ વગર - તું સુધરીશ તો આમ કરીશ,  એમ કહ્યા વગર માત્ર પ્રેમ થી ,માત્ર માનવતા પર  વિશ્વાસ રાખીને એને માણસ બનાવ્યા છે. રવિશંકર મહારાજ પોતે ભૂખ્યા રહે અથવા તો માત્ર મીઠા અને હળદર નાખેલી જાતે બનાવેલી ખીચડી ખાઈ લે , ગંધાતી ગોદડી પર સુતા કે પછી જમીન પર જ  સુઈ જતા અને ગમે તેટલું લાબું અંતર પણ ઉઘાડા પગે ચાલતા એજ એમની સ્ટાઇલ હતી.

એમને એકજ દુઃખ હતું કે સમાજ માં  સ્ત્રીઓની સ્થિતિ દયનિય હતી.રોજ રાત્રે સરકારી અધિકારીઓ રોલકોલ લે, જે કુટુંબનું એકાદ સભ્ય હાજર ના હોય તેના કુટુંબીજનોને પોલીસ મારતાં મારતાં લઈ જાય , તે મહારાજ ને ગમતું નહિ.

રવિશંકર મહારાજની વાત કરવાની સ્ટાઇલ તથા એ સમયની  ભાષા પણ ઇન્ટરેસ્ટિંગ હતી.
બહારવટિયાઓ એ પૂછ્યું ક"તમે કોણ છો?"
મહારાજ કહે "બહારવટિયો"
 બહારવટિયા એ પૂછ્યું "કોની ટોરી ના ?"
મહારાજ કહે "મહાત્મા  ટોરી, તમને સાચું બહારવટું શીખવવા આવ્યો છું. બધા દુઃખ નું મૂળ પરદેશી સરકાર છે.તેની સામે બહારવટું કરવાનું  છે."

આજે  ટેરરીઝમને પ્રશ્ને  નિષ્ણાતો ,રાજકારણીઓ, સિકયુરિટી એક્સપર્ટ ,સાયકોલોજિસ્ટ અને પાવરફુલ રાષ્ટ્રોના વડાઓ  જેહાદી પ્રવૃત્તિની માનસિકતા  બદલવાને  જ એક માત્ર ઉપાય કહી રહ્યા છે  ત્યારે તેનો સફળ ઉપાય ગુજરાત માં થઇ ચુક્યો છે તે સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે.

ગુજરાત રાજ્યની  સ્થાપના કરનાર સંત સમા મૂકસેવક રવિશંકર મહારાજ જેવી વંદનીય વ્યક્તિ વિષેનું આ પુસ્તક  એટલે જ હું આજે રેકમેન્ડ કરું છું

Article by Amit Mehta.





Share
4 min read

Published

Updated

By Amit Mehta, Nital Desai

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service