ટર્નબુલ સરકાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ઇચ્છતા માઇગ્રન્ટ્સ માટે નવી અંગ્રેજીની પરીક્ષા લાગુ કરવાની વિચારણા થઇ રહી છે
SBS News સાથે વાત કરતા નાગરિકતા અને બહુસાંસ્કૃતિક મંત્રી એલાન ટુજે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં સામાજિક રીતે ભળી જવા અને આર્થિક સફળતા માટે અંગ્રજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં આશરે 1 મિલિયન લોકો અંગ્રેજી નથી બોલી શકતા જે એક ચિંતાનો વિષય છે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં આશરે 1 મિલિયન લોકો અંગ્રેજી નથી બોલી શકતા જે એક ચિંતાનો વિષય છે.
વર્તમાન આયોજન પ્રમાણે વિવિધ વિસા શ્રેણીના વિસા ધારકો માટે અંગ્રેજી ભાષાની જરૂરત અલગ અલગ છે.
સરકાર નવા માઇગ્રન્ટ્સ - જેમનું અંગ્રેજી નબળું હોય, તેમના માટે 510 કલાકના નિઃશુલ્ક અંગ્રેજી વર્ગો ચલાવે છે પણ તેનો લાભ બધા માઇગ્રન્ટ્સ લેતા નથી.
ગતવર્ષે ટર્નબુલ સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયાની નાગરિકતા પરીક્ષા માં ઉચ્ચ કક્ષાના અંગ્રેજી ભાષાના જ્ઞાનની જરૂરતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેને સંસદ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા પણ તેનો સખ્ત વિરોધ થયો હતો.
ત્યારબાદ મંત્રી પીટર ડટ્ટને જણાવ્યું હતું કે સરકાર ઓસ્ટ્રેલિયન નાગરિકતા માટે અંગ્રેજી ભાષાની લાયકાત ના ધોરણો IELTS 6, થી ઘટાડીને IELTS 5 કરી શકે છે.
પરંતુ શ્રી ટુજે પુષ્ટિ કરી છે કે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની પરીક્ષાઓ કરતા અન્ય પરીક્ષા વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના કેન્દ્રમાં વ્યક્તિના અંગ્રેજીમાં વાતચીત કરવાના સ્કીલસ હશે.
આઉપરાંત તેઓએ જણાવ્યું કે પરમેનન્ટ રેસિડન્ટ્સ માટે પણ નવી સીટીઝન લેન્ગવેજ ટેસ્ટ લાગુ થવાની સંભાવના છે.
સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષાની પરીક્ષાઓ કરતા અન્ય પરીક્ષા વિકસાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના કેન્દ્રમાં વ્યક્તિના અંગ્રેજીમાં વાતચીત કરવાના સ્કીલસ હશે. પરમેનન્ટ રેસિડન્ટ્સ માટે પણ નવી સીટીઝન લેન્ગવેજ ટેસ્ટ લાગુ થવાની સંભાવના છે.
બ્રિસ્બનના ગુજરાતી સામાજિક અગ્રણીનું મંતવ્ય
આ અંગે ટિપ્પણી કરતા બ્રિસ્બનના ગુજરાતી સામાજિક અગ્રણી યજુવેન્દ્રભાઈ પરમારે જણાવ્યું કે, " તેમના માટે કોઈપણ પ્રકારની પરીક્ષા એક સરખીજ છે, સરકારે મારા મત મુજબ એવું પણ કરવું જોઈએ કે આ પ્રકારની પરીક્ષા ઓસ્ટ્રેલિયાના તમામ લોકોની લઈને તેની તેનો રીવ્યુ કરીને તેના જે એવરેજ માર્ક્સ આવતા હોય તે ધોરણો સેટ કરવા જોઈએ. So it should be compulsory for each and everybody in Australia, like voting - every one has to appeare for that test. "
મંત્રી એલાન ટુજે જણાવ્યું કે જો નાગરિકતાના સંશોધિત સુધાર આ વર્ષે પારીત થઇ જશે તો શ્રી ડટ્ટન આ સુધાર 1લઈ જુલાઈ થી લાગુ કરવા ઈચ્છે છે, પણ આ સમય દરમિયાન સંસદની બે બેઠકો જ છે.