NRI લગ્નોને લગતી સમસ્યાના નિરાકરણ માટે થશે કાયદામાં બદલાવ

સરકાર દ્વારા NRI પતિ દ્વારા તરછોડવામાં આવેલ પત્નીઓની મદદ માટે નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે અને વર્તમાન કાયદામાં સંશોધન કરવામાં આવશે.

Marriage

Source: Pixabay

ભારત સરકાર દ્વારા પત્નીને તરછોડનાર NRI વિરુદ્ધ કડક પગલાં લેવાના ઉદ્દેશથી કાયદામાં સંશોધન કરી, નવો કાયદો લાગુ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

શુક્રવારે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી સુષ્મા  સ્વરાજે જણાવ્યું હતું કે, સંસદના આગામી સત્ર માં સરકાર દ્વારા 'Summons and Warrants Against Indian People Living Abroad' કાયદો ઘડવામાં આવશે.

‘NRI Marriages & Trafficking of Women & Children: Issues & Way Forward’ વિષય પર રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને મહિલા - બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને મહિલા અગ્રણીઓએ ભાગ લીધો હતો.
આ પરિષદમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, " પત્નીને તરછોડનાર NRI પતિ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વિદેશ મંત્રાલય, કાયદા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહમતીથી નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે, અહીં પત્નીને તરછોડનાર NRI પતિ વિરુદ્ધ સમન અને વોરન્ટ ઉપલોડ કરવામાં આવશે, જેને સમન કે વોરન્ટ મોકલેલ માનવામાં આવશે. જો આ સમન કે વોરન્ટનો કોઈ પ્રતિઉત્તર નહિ આપવામાં આવે તો, વ્યક્તિને આરોપી જાહેર કરવામાં આવશે, તેમની ભારત સ્થિત મિલ્કત જપ્ત કરવામાં આવશે અને તેમનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવશે."
પત્નીને તરછોડનાર NRI પતિ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વિદેશ મંત્રાલય, કાયદા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહમતી થી નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે, અહીં પત્નીને તરછોડનાર NRI પતિ વિરુદ્ધ સમન અને વોરન્ટ ઉપલોડ કરવામાં આવશે, જેને સમન કે વોરન્ટ મોકલેલ માનવામાં આવશે. જો આ સમન કે વોરન્ટનો કોઈ પ્રતિઉત્તર નહિ આપવામાં આવે તો, વ્યક્તિને આરોપી જાહેર કરવામાં આવશે, તેમની ભારત સ્થિત મિલ્કત જપ્ત કરવામાં આવશે અને તેમનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવશે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ પગલું ભરવા ક્રિમીનલ પ્રોસિજર કોડમાં સંશોધન જરૂરી છે. તેઓનું મંત્રાલય કાયદા મંત્રાલય સાથે સતત સમ્પર્કમાં છે જેથી આ બદલાવ આ વર્ષના અંત સુધી લાગુ કરી શકાય. જો પ્રસ્તાવિત સંશોધન પસાર થઇ જશે તો ભારતીય કાનૂન પ્રમાણે ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ વેબસાઈટ પર અપલોડ કરેલ સમન કે વોરન્ટને "જારી કરેલ" માની શકશે.

આજ પરિષદમાં ભાગ લઇ રહેલ મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ  જણાવ્યુકે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં બદલાવનો પ્રસ્તાવ પ્રસંશનીય  પગલું છે. તેઓએ  ટ્વીટરના માધ્યમથી આ વાત જણાવી હતી 
અન્ય ટ્વીટમાં તેઓએ જણાવ્યું હતું કે NRI લગ્નોમાં પત્નીને તરછોડવી એક ગંભીર સમસ્યા છે, અને પ્રથમ વખત ભારત સરકાર દ્વારા  આ સમસ્યાથી પીડિત મહિલાઓને મદદ અને સહકાર આપવા પ્રયાસ થઇ રહ્યા છે.
આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલ સૂચનો મુજબ ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સી (INA) દ્વારા NRI લગ્નોમાં ભાગેડુ પતિઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી રહી છે.

"અત્યારસુધી આવી 6 લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને વિદેશ મંત્રાલય દ્વારા આવા પતિઓના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે. " - મેનકા ગાંધી

વિદેશ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં  NRI પતિ દ્વારા તરછોડવામાં આવેલ પત્નીઓની  3,328  ફરિયાદો મળી છે. 


Share
3 min read

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service