SKIP TO MAIN CONTENT

Promoting Gujarati culture through food

Gujarati Food Day was celebrated in Melbourne to increase awareness about Gujarati food and culture among the second generation Gujaratis growing up in Australia and other non-Gujarati communities.

Gujarati food
Gujarati Food. Source: Yogi Patel

2 min read

Published

Updated

By Vatsal Patel



Skip to article content

વતનથી દૂર રહેતા ગુજરાતી સમાજના લોકોને ગુજરાતી વાનગીઓ તથા તેના કલ્ચરને ફરીથી માણવાની તક મળે તે ઉદ્દેશ્ય સાથે રાજકોટ ગુરુકુળ સંસ્થા દ્વારા ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્નમાં ગુજરાતી ફૂડ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 જેટલા ભારતીય સમાજના લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાતી યુવા પેઢીમાં ગુજરાતી કલ્ચરનો પ્રચાર કરવાનો હેતૂ

કાર્યક્રમ અંગે વાત કરતાં સંસ્થાના વોલન્ટિયર યોગી પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતી સમાજના લોકોને તેમની ગુજરાતી વાનગીઓનો સ્વાદ તથા બાળકો તથા યુવાવર્ગને ગુજરાતી કલ્ચર અંગે માહિતી મળે તે માટે ગુજરાતી ફૂડ ડે યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકો માટે ગાયન સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું હતું.

Image

વિવિધ પ્રકારની ગુજરાતી વાનગીઓ

વોલન્ટિયર વિરાંગ કછાડિયાએ કાર્યક્રમમાં પીરસવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ગુજરાતી ફૂડ ડેની ઉજવણીમાં ગુજરાતી નાશ્તા, રોટલા, મીઠાઇ તથા વિવિધ પ્રકારના ફરસાણ સહિતની કુલ 50 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી અને આ ઉજવણીની ખાસ વાત એ રહી હતી કે તમામ વાનગીઓ ગુજરાતી સમાજના લોકો દ્વારા તેમના ઘરે જ બનાવવામાં આવી હતી".

ગુજરાતની ઓળખ સમા થેપલા, ફાફડા, ગાંઠીયા, ખાખરા ઉપરાંત ચકરી, ખમણ, કચોરી, બટાકાવડા, ભજીયાં, હલવો, અથાણું, ભાખરી, પરોઠા, પુરી, સુખડી, બટાકા પૌંઆ,પેંડા, બાસુંદી હાંડવો, ચુરમા લાડુ, દાબેલી જેવી વાનગીઓનો ઉપસ્થિત લોકોએ આનંદ માણ્યો હતો.

Gujarati dish
Gujarati dish. Source: Yogi Patel

અન્ય એક વોલન્ટિયર રાજેશ આયરે જણાવ્યું હતું કે, "ગુજરાતી ફૂડ ડેની ઉજવણીમાં લેબર પાર્ટીના સારાહ કોનોલી સહિત 400 જેટલા ભારતીય સમાજના લોકોએ ભાગ લીધો હતો અને વાનગીઓ માણી હતી."

સારાહ કોનોલીએ ગુજરાતી ફૂડ અને ગુજરાતી સમાજના લોકો દ્વારા પોતાના કલ્ચરને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના ફેસબુક પેજ પર “I’m officially a Gujarati Food convert!” તેવી પોસ્ટ કરી હતી જ્યારે ટ્વિટરના માધ્યમથી ગુજરાતી વાનગીઓ માણ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now