મેલ્બર્ન સ્થિત ભારતીય સમાજે રવિવારે શહેરના રોકબેન્ક વિસ્તારમાં આવેલા શ્રી દુર્ગા મંદિર ખાતે યોજવામાં આવેલા દશેરા તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે રાવણદહનનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો.
રવિવારે સમગ્ર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક નૃત્ય દ્વારા થઇ હતી. આ ઉપરાંત, બાળકોએ વિવિધ બોલીવૂડ ગીતો પર પણ ડાન્સ પ્રસ્તુત કર્યા હતા.

Source: SBS Hindi
SBS દ્વારા યોજવામાં આવેલા બુથમાં પણ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઇને પરિવાર સાથે ફોટો લેવાની તક ઝડપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ પ્રકારના ભારતીય વ્યંજનો આરોગવાની સાથે, જ્વેલરી અને પારંપરિક વસ્ત્રોની પણ ખરીદી કરી હતી.

Source: SBS Hindi
વિવિધ પક્ષોના નેતાઓએ પણ ભારતીય સમુદાયના તહેવારની ઉજવણીમાં હાજરી આપી હતી. અને, પોતાની શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના અંતે ફટાકડાની આતશબાજી સાથે રાવણદહન કરવામાં આવ્યું હતું.

Source: SBS Hindi
Share


