શનિવારે બપોરે 2.30 વાગ્યે લાગેલ આ આગ, જાણી જોઈને લગાડવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અત્યારસુધી આ આગ બાર્ડન બ્રિજ અને આસપાસના 2400 હેક્ટર વિસ્તાર સુધી પહોંચી છે, આગ હજુ વિસ્તરે તેવી સંભાવના છે.
લુકાસ હાઈટ થી હોલ્સવર્ધી તરફનો હીથકોટ રોડ આજે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.
રૂરલ અગ્નિશમન સેવાના કમિશનર શ્રી શેન ફિત્ઝસિમ્મોનસે જણાવ્યું કે 250 જેટલા અગ્નિશમન કાર્યકરો આગને કાબુમાં કરવા સતત પ્રયત્નશીલ છે. 15 એરક્રાક્ટ દ્વારા પાણીના બૉમ્બ અગ્નિ પ્રભાવિત જગ્યાએ છાંટવામાં આવશે.
સોમવારે બપોરથી પશ્ચિમી હવાઓ ફરીથી જોર પકડે તેવી સંભાવનાઓ છે, જે પરિસ્થિતિ નાજુક બનાવી શકે છે.
વેટ્ટલે ગ્રોવ ખાતે શરુ થયેલ આ આગ લાગવાના કારણોની તપાસ કરવા માટે એક સ્ટ્રીક ફોર્સ નીમવામાં આવી છે.
શ્રી ફિત્ઝસિમ્મોન્સ ના જણાવ્યા અનુસાર અત્યારસુધી કોઈ ઘરના બળી જવાના સમાચાર નથી. અત્યારસુધી જે સમાચાર છે તે મુજબ ઘરની ફેન્સ, બગીચાના શેડને જ નુકસાન છે.
પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાંસુધી વોયાગર પોઇન્ટ, પ્લેઝર પોઇન્ટ, સેન્ડી પોઇન્ટ, અલ્ફોર્ડસ પોઇન્ટ, બાર્ડેન બ્રિજ, ઇલ્લાવોન્ગ, મેનાઈ અને બાન્ગોરના નિવાસીઓને સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી છે.
Share

