SKIP TO MAIN CONTENT

Sabarmati Ashram's Centenary celebrations

સાબરમતી નદીના કિનારે વર્ષ 1917માં સ્થપાયેલ ગાંધી આશ્રમ તે સમયે ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું હતું. આજેપણ વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું સાબરમતી આશ્રમ લોકો માટે પ્રેરક છે. આજે આશ્રમને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે આ પ્રસંગની દેશ - દુનિયા વડે ઉજવણી થઇ રહી છે.

Sabarmati Ashram
Source: By Hardik jadeja (Own work) [CC BY 3.0 (http://creativecommons.org/licenses/by/3.0)], via Wikimedia Commons

2 min read

Published

Updated

By Bhaven Kachhi, Harita Mehta



Skip to article content

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે 36 એકર વિસ્તારમાં 17 જૂન 1917માં સ્થપાયેલ સાબરમતી આશ્રમ વર્ષ 1930 સુધી ભારતની આઝાદી અને સામાજિક પરિવર્તનનું કેન્દ્ર રહ્યું. મહાત્મા ગાંધી - કસ્તુરબા - મહાદેવ દેસાઈ સાથે અન્ય નામી આગેવાનોની હાજરી થી આ આશ્રમ ધબકતું રહ્યું હતું .

આજે આશ્રમની શતાબ્દીના ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન સાબરમતી આશ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ પ્રંસગ નિમિત્તે મહાત્મા ગાંધીના પૌત્ર અને ભૂતપૂર્વ પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીના હસ્તે આશ્રમ ખાતે કાયમી ધોરણે બે ગેલેરી - " મારુ જીવન એ મારો સંદેશ " અને "ચરખા" નું ઉદઘટન કરવામાં આવશે, બે પુસ્તકો- "લેટર્સ ટુ ગાંધી" અને "પાયોનિયર્સ ઓફ સત્યાગ્રહ"નું પણ લોકાર્પણ કરવામાં આવશે. વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજિત છે.

આ અંગે પત્રકાર ભાવેનભાઈ કચ્છી વિગતો આપતા જણાવે છે કે:

 

સાબરમતી આશ્રમ અને અમદાવાદ શહેર સાથે ગાંધીજીના સંબંધને વર્ણવતી  ડો. ધીમંત પુરોહિતની  ડોક્યુમેન્ટરી  "સાબરમતી કે સંત" વિષે આગાઉ માહિતી  સાંભળી  ચુક્યા છો :

આ ઉપરાંત લંડન ખાતે આજની પેઢીને ગાંધી સાથે જોડી શકાય તેવા ઉદેશ્ય થી નહેરુ સેન્ટર દ્વારા  "ધ હોમ ઓફ એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રૂથ " ફિલ્મ દર્શાવવામાં આવી. આ ફિલ્મનું નિર્માણ એન આર આઈ પત્રકાર વિજય રાણા વડે કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ગાંધીજીના આશ્રમ જીવન પર પ્રક્ષ પાડવામાં આવ્યો છે. આ સમય દરમિયાન આશ્રમમાં રહેનાર કેટલાક આશ્રમવાસીઓના જાત અનુભવો પણ અહીં વહેંચવામાં આવ્યા છે.

ગાંધીજીના જીવનના મહત્વના પ્રસન્ગો જે સ્થળે બન્યા તેનું દર્શન કરાવતી  સર્કિટ ટ્રેન સાબરમતી થી ચંપારણ જશે જેનું પ્રસ્થાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડે કરાવવામાં આવશે :


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now