આપ જાણતા હશો કે છેલ્લા પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા વધી છે. કેટલી વધી ?
તો જનગણનાના આંકડા પ્રમાણે ૨૦૧૧માં જ્યાં ૩૪,૨૧૧ લોકોએ censusમાં જણાવ્યું હતું કે તેઓ ઘરમાં ગુજરાતી વાપરે છે તે સંખ્યા ૨૦૧૬માં ૫૨,૮૮૮ નોંધાઈ છે. પરિણામે SBS, ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં વધુ રોકાણ કરશે.
SBS ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં વધુ રોકાણ કરશે.
દર અઠવાડિયે બે વાર પ્રસારિત થતા કાર્યક્રમ યથાવત રહેશે - દર બુધવારે અને શુક્રવારે તે ઉપરાંત વધુ ભંડોળ ડિજિટલ સેવાઓમાં ફાળવવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાનો ગુજરાતીજ નહીં આખો ભારતીય સમુદાય યુવાન વયજૂથનો છે અને તેથીજ તમામ ભારતીય ભાષાઓમાં ડિજિટલ સેવાઓ વધારવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતી બોલતા સમુદાયમાં ૬૭.૯% લોકો ૨૦ થી ૫૪ વર્ષની વયના છે અને તે સ્માર્ટફોન , ટેબ્લેટ અને અન્ય ઓનલાઇન માધ્યમો પર થી સમાચારો મેળવવાનું પસંદ કરે છે.
ઓસ્ટ્રેલિયામાં ૬૭.૯% ગુજરાતીઓ ૨૦ થી ૫૪ વર્ષના વયજૂથમાં છે.
તમારા કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન પર અને જ્યાં તમે ઇચ્છો છો ત્યાં વધારાની સેવા, ઑડિઓ અને ઑનલાઇન સામગ્રી હવે SBSનો ગુજરાતી કાર્યક્રમ પુરી પડી શકશે.
અન્ય ભારતીય ભાષાઓ જે SBS પરથી પ્રસારિત થાય છે તેમાં હિન્દી , પંજાબી , તામીલ , મલયાલમ યથાવત રહેશે જો કે કન્નડ ભાષાનો કાર્યક્રમ બંધ થઇ રહ્યો છે, તેની સામે તેલુગુ ભાષાનો કાર્યક્રમ ઉમેરવામાં આવી રહ્યો છે.
કન્નડ ભાષા બોલતા લોકો પાંચ હાજર થી વધીને નવ હાજર થયા છે તો તેલુગુ સમુદાયની સંખ્યા ચોત્રીસ હાજર નોંધાઈ છે. આ આંકડા census માં "Langauge spoken at home" ના છે.
ભારતીય ભાષાઓમાં તેલુગૂ ભાષાના કાર્યક્રમ સાથે કન્નડ કાર્યક્રમની વિદાય.
તે ઉપરાંત મ્યાનમારના રોહીંગ્યા સમુદાય માટે નવો કાર્યક્રમ SBS રેડીઓ પર શરૂ થશે , મ્યાનમાર અને થાઈલૅન્ડમાં બોલાતી કારેન ભાષાનો સમુદાય ઓસ્ટ્રેલિયામાં વધ્યો છે તેથી તેને પણ ઉમેરવામાં આવી રહી છે , દક્ષિણ એશિયાના દેશો માં બોલાતી Hakha Chin , તિબેટન , મોંગોલિયન અને આફ્રિકાની kirundi ભાષાના કાર્યક્રમોં હવે SBS પરથી પ્રસારિત થશે.
SBS રેડીઓના વડા Mandi Wicks જણાવે છે કે અમારો ઉદેશ્ય ઓસ્ટ્રેલિયા આવતા નવા સમુદાયોને અહીં સ્થાયી થવામાં મદદ કરવાનો છે તેથી જે નવા સમુદાયો ઉમેરાય છે તેમને માટે નવા કાર્યક્રમો ઉમેરાય છે. વિશ્વભર માંથી ઓસ્ટ્રેલિયા આવતા લોકોને ઓસ્ટ્રેલિયન સમાજને જાણવા સમજવા માં અમે મદદ કરીયે છીએ
આ ફેરફારો નવેમ્બરના અંતે અમલમાં આવશે. વધુ માહિતી માટે, કૃપા કરી sbs.com.au/radio પર જાઓ.